ગુજરાત શૈક્ષણિક સાંસ્કૃતિક મંચનું એક પ્રતિનિધિ મંડળ રાજ્ય સરકારના નિયુક્ત મંત્રીઓને શુભેચ્છા અને સંવાદ માટે ગયું હતું.
મંચના સંયોજક શ્રી તખુભાઈ સાંડસુરના નેતૃત્વમા પ્રતિનિધિ મંડળે સોમવાર તા 5/1/26ના રોજ શિક્ષણના નીતિવિષયક અને શિક્ષણના સાર્વત્રિક ગુણવત્તાલક્ષી અમલીકરણના મુદ્દાઓ વગેરેને રાજ્ય સરકારને રજુ કરવા મુલાકાત કરી.
શિક્ષણ મંત્રીશ્રીઓ શ્રી પ્રદ્યુમન વાજા, શ્રી રિવાબા જાડેજા અને શ્રી ત્રિકમભાઈ છાંગાને મળીને રજૂઆત કરવામાં આવી કે હવે પછી શરૂ થનાર વસ્તી ગણતરી જેવા કાર્યક્રમો કે જેમાં અન્ય કોઈ સ્ત્રોત કે એજન્સીનો ઉપયોગ કરીને આ કામ કરી શકાય તેમ છે. આ કાર્ય શિક્ષકોને ન સોંપવું જોઈએ તેવી લાગણી દર્શાવી. અભ્યાસક્રમોમાં મૂલ્ય શિક્ષણના સંવર્ધન માટે ઐતિહાસિક તથ્યોને રજૂ કરતી બાબતોનું ભારણ વધારવું, શ્રેષ્ઠ શિક્ષકોના પારિતોષિકની સમિતિને વધુ પારદર્શક અને બૃહદ બનાવવી,અનુદાનિત શાળાઓ ગામડામાં ટકી શકે તે માટે સંખ્યા અને સંખ્યા આધારિત અનુદાનુમાં પરિવર્તન લાવવું.આ પ્રકારના શિક્ષણની નીતિ અને હિતના મુદ્દાઓને શિક્ષણ મંત્રીશ્રીઓને ગળે ઉતારવા અને વ્યાપક રીતે સ્વીકાર કરાવવા શિક્ષણ પ્રતિનિધિઓએ પોતાનો ભાવ વ્યક્ત કર્યો હતો.
સચિવાલય ખાતે ઉપસ્થિત બંને શિક્ષણ મંત્રીઓ સુશ્રી રીવાબા તથા શ્રી ત્રિકમભાઈ છાંગાએ હકારાત્મક અભિગમ દર્શાવીને આ દિશામાં જે કંઈ થઈ શકે તે કરવાની તૈયારીઓ દર્શાવી હતી.મંચના અગ્રણીઓ શ્રી શ્યામજીભાઈ દેસાઈ, પ્રદિપસિંહ સિંધા,પ્રતિમાબેન મોરી, મમતાબેન જોશી વગેરે જોડાયા હતાં.


















Recent Comments