ઉત્તર પ્રદેશના લખનૌ એરપોર્ટ પર એક મોટી દુર્ઘટના ટળી ગઈ જ્યારે ૨૫૦ હજ યાત્રીઓને લઈને જઈ રહેલી સાઉદી એરલાઇન્સની ફ્લાઇટ લખનૌના ચૌધરી ચરણ સિંહ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર આગમન સમયે લેન્ડિંગ દરમિયાન ટેકનિકલ ખામી સર્જાઈ ગઈ. સાઉદી અરેબિયાથી આવી રહેલા વિમાનના વ્હીલમાંથી અચાનક તણખા અને ધુમાડો નીકળતા લખનૌ એરપોર્ટ પર ગભરાટ ફેલાઈ ગયો.
ફ્લાઇટ, જીફ ૩૧૧૨, ગઈકાલે રાત્રે ૧૦:૪૫ વાગ્યે જેદ્દાહથી ૨૫૦ હજ યાત્રીઓ સાથે રવાના થઈ હતી અને સવારે ૬:૩૦ વાગ્યે લખનૌ પહોંચી હતી. સદનસીબે, વિમાનમાં સવાર તમામ ૨૫૦ મુસાફરો અને ક્રૂ સભ્યો સુરક્ષિત હોવાનું જાણવા મળ્યું છે.
જ્યારે વિમાન રનવે પર ટેક્સી કરી રહ્યું હતું, ત્યારે ડાબા વ્હીલમાંથી ધુમાડો અને તણખા નીકળતા જાેવા મળ્યા. ઝડપથી કાર્યવાહી કરીને, પાઇલટે વિમાનને રોક્યું, જેના કારણે એરપોર્ટની ફાયર અને રેસ્ક્યુ ટીમે તાત્કાલિક પ્રતિક્રિયા આપી, જેમણે ૨૦ મિનિટમાં પરિસ્થિતિને કાબુમાં લીધી. બધા મુસાફરો સુરક્ષિત છે અને કોઈને ઈજા થઈ નથી પરંતુ ઘટના દરમિયાન, વિમાનમાં હાજર મુસાફરોમાં ગભરાટ અને ભયનો માહોલ જાેવા મળ્યો.
“૧૫ જૂનની સવારે, જેદ્દાહથી લખનૌ એરપોર્ટ પર ઉતરેલા સાઉદીયા વિમાનના પૈડામાંથી ધુમાડો નીકળતો જાેવા મળ્યો. એરક્રાફ્ટ રેસ્ક્યુ અને ફાયર ફાઇટિંગ (છઇહ્લહ્લ) ટીમ ઘટનાસ્થળે દોડી ગઈ. સાઉદીયા ટીમ સાથે કામ કરીને, ધુમાડો કાબૂમાં લેવામાં આવ્યો, અને વિમાનને નુકસાન થતું અટકાવ્યું. મુસાફરોને સુરક્ષિત રીતે નીચે ઉતારવામાં આવ્યા અને એરપોર્ટ કામગીરી પર કોઈ અસર પડી નહીં,” એરપોર્ટ અધિકારીઓએ જણાવ્યું.
ઉલ્લેખનીય છે કે, આ ઘટના લંડન જતી એર ઇન્ડિયાની ફ્લાઇટના દુ:ખદ દુર્ઘટનાના થોડા દિવસો પછી બની હતી, જે ટેકઓફ પછી તરત જ ક્રેશ થઈ ગઈ હતી, જેમાં ૨૪૧ લોકોના મોત થયા હતા. આ સતત ઉડ્ડયન દુર્ઘટનાઓ ફ્લાઇટ સલામતી અને વિમાન જાળવણી પ્રોટોકોલની અસરકારકતા અંગે ગંભીર ચિંતાઓ ઉભી કરે છે.
યુપીના લખનૌ એરપોર્ટ પર હજ યાત્રીઓને લઈ જતી ફ્લાઈટમાં ટેકનિકલ ખામી, લેન્ડિંગ દરમિયાન નીકળ્યા તણખા


















Recent Comments