હિમાચલ પ્રદેશના મંદિરો પાસે અબજો રૂપિયાની સંપત્તિ છે. ભાષા, કલા અને સંસ્કૃતિ વિભાગના જણાવ્યા પ્રમાણે સરકાર હસ્તકના 36 મંદિરો પાસે 4 અબજ, 4 કરોડ, 39 લાખ 21 હજાર 99 રૂપિયા (4,04,39,21,099)નું બેન્ક બેલેન્સ છે. આ તો માત્ર બેન્કોમાં રાખેલી રોકડ રકમ છે. આ ઉપરાંત મંદિરો પાસે કરોડો રૂપિયાનું સોનું અને ચાંદી પણ છે, જે ચઢાવા તરીકે પ્રાપ્ત થાય છે. એક અહેવાલ પ્રમાણે માતા ચિંતાપૂર્ણી પાસે 1,06,94,46,948 રૂપિયા છે. તેવી જ રીતે શ્રી નયના દેવી મંદિર પાસે 98,82,74,304 રૂપિયા બેન્ક ડિપોઝિટમાં છે. બાબા બાલક નાથ દિયોટસિદ્ધ પાસે 46,20,65,378 રૂપિયા છે, જ્યારે જ્વાલા જી મંદિર પાસે 36,71,00,253 રૂપિયા છે.છેલ્લા ત્રણ વર્ષોમાં મંદિરોએ મુખ્યમંત્રી સુખ આશ્રય યોજના અને મુખ્યમંત્રી સુખ શિક્ષણ યોજના માટે 3.66 કરોડ રૂપિયા ફાળવ્યા છે. આ આંકડા દર્શાવે છે કે હિમાચલના મંદિરો માત્ર ધાર્મિક કેન્દ્રો જ નહીં પરંતુ આર્થિક રીતે પણ મહત્વપૂર્ણ સંસ્થાઓ છે.
મંદિર ટ્રસ્ટ વિકાસ કાર્ય, બાળકોના શિક્ષણ અને જરૂરિયાતમંદ બાળકોની મદદ કરે છે. તેના માટે નક્કી કરવામાં આવેલ પ્રક્રિયાનું પાલન કરવામાં આવે છે.
જાન્યુઆરી 2025માં ભાષા અને સંસ્કૃતિ વિભાગે મંદિર કમિશનર અને ડેપ્યુટી કમિશનરોને મંદિર ટ્રસ્ટ દ્વારા નિરાધાર બાળકોને સહાય પૂરી પાડવા વિનંતી કરી હતી. મંદિર ટ્રસ્ટ આ બાબતે પોતાના સ્તરે આગળની કાર્યવાહી કરશે. આ અંગે ઘણો હોબાળો થયો હતો. વિપક્ષ ભાજપે આનો વિરોધ કર્યો હતો કે, સરકાર પોતાની બે યોજનાઓ માટે મંદિરો પાસેથી પૈસા માંગી રહી છે.


















Recent Comments