ગુજરાત

સુરેન્દ્રનગરના પાટડી-જેનાબાદ રોડ પરબે ટ્રક વચ્ચે ભયંકર અકસ્માત, 1નું મોત, 3ને ઈજા

સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી-જેનાબાદ રોડ પર એક ભયાનક અકસ્માત સર્જાયો હતો જેમાં,બે ટ્રક વચ્ચે ભયંકર ટક્કર થતાં એકનું મોત નીપજ્યું હતું. જ્યારે ત્રણ વ્યક્તિને ઈજા પહોંચતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. સમગ્ર ઘટનાને લઈને પોલીસે અકસ્માતનો ગુનો નોંધીને વધુ આગળની કાર્યવાહી હાથ ધરી છે.

એકમાત બાદ આસપાસ ના લોકોએ તરત જ ઇજાગ્રસ્તોને મદદ કરવાનું શરૂ કર્યું અને પોલીસને જાણ કરી હતી. ઘટનાની જાણ થતાં જ પાટડી પોલીસની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી. પોલીસે ઇજાગ્રસ્તોને તાત્કાલિક પાટડીની સરકારી હોસ્પિટલમાં ખસેડ્યા હતા. જોકે ઇજાઓ ગંભીર હોવાથી તેમને વધુ સારવાર માટે વિરમગામની હોસ્પિટલમાં રીફર કરવામાં આવ્યા હતા. આ અકસ્માતમાં એક વ્યક્તિનું ઘટનાસ્થળે જ મોત થયું હતું.

પાટડી-જૈનાબાદ પર અકસ્માત થતાં હાઈવે પર ટ્રાફિકજામસર્જાયો હતો. પોલીસે મૃતકનામૃતદેહનેપીએમ અર્થે મોકલીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. 

Related Posts