fbpx
રાષ્ટ્રીય

યુપીમાં હાઈવે પર એક પછી એક ૫ કાર વચ્ચે ભયંકર ટક્કર, ઈજાગ્રસ્તોને હોસ્પિટલ ખસેડાયા

ઉત્તર પ્રદેશના હાપુર જિલ્લામાં ધુમ્મસના કારણે અનેક વિસ્તારોમાં વિઝિબિલિટી ઝીરો થઈ ગઈ છે. જેના કારણે દિલ્હી-લખનઉ હાઇવે પર આશરે અડધો ડઝન વ્હીકલ્સ એકબીજા સાથે ટકરાઈ હતી. અકસ્માતના કારણે રાહદારીઓને પણ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. હાપુરના બાબૂગઢ પોલીસ સ્ટેશન ઇન્ચાર્જ ઇન્સ્પેક્ટર વિજય ગુપ્તાએ જણાવ્યું કે, આજે સવારે ૭ઃ૩૦ વાગ્યે સિમરૌલી બોર્ડર કાલી નદી પુલ પર ધુમ્મસના કારણે દ્ગૐ૯ પર લખનઉથી દિલ્હી જતા રસ્તા પર ૫ ગાડીઓ એકબીજા સાથે અથડાઈ હતી. અકસ્માતમાં ઈજાગ્રસ્ત લોકોને હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. ઇન્સ્પેક્ટર વિજય ગુપ્તાના જણાવ્યા અનુસાર, ‘ઇકબાલ નામના વ્યક્તિની ગાડી જે મુરાદાબાદથી દિલ્હી તરફ જઈ રહી હતી, તે કોઈ અજાણ્યા વાહન સાથે અથડાઈ. જેના કારણે ગાડીમાં સવાર તેના પુત્ર ઈમરાન અને પત્ની હિના ઈજાગ્રસ્ત થયા હતાં. હાલ બંનેને હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે.’

Follow Me:

Related Posts