રાષ્ટ્રીય

કેનેડાના ટોરોન્ટોમાં ભયાનક વિમાન દુર્ઘટના

ડેલ્ટા એરલાઇન્સનું વિમાન ટોરોન્ટોમાં લેન્ડિંગ કરતી વખતે ક્રેશ થતાં ૧૯ લોકો ઘાયલકેનેડામાં ટોરોન્ટોના પિયર્સન ઇન્ટરનેશનલ એરપોર્ટ પર ડેલ્ટા એરલાઇન્સનું વિમાનનું ક્રેશ-લેન્ડિંગ થયું હતું, જેમાં ૧૫ મુસાફરો ઘાયલ થયા હતા. એક અહેવાલમાં વિમાન મિનિયાપોલિસથી ટોરોન્ટો જઈ રહ્યું હતું અને લેન્ડિંગ દરમિયાન રનવે પર પલટી ગયું. ઘટનાસ્થળે હાજર પેરામેડિકલ સ્ટાફે પુષ્ટિ કરી કે અકસ્માતમાં બે મુસાફરો ગંભીર રીતે ઘાયલ થયા છે, જ્યારે અન્ય લોકોને સામાન્ય ઇજાઓ થઈ છે. આ ફ્લાઈટમાં ૭૬ મુસાફરો અને ચાર ક્રૂ સભ્યો હતા. આ ઘટનાના કારણે ટોરોન્ટો પીયર્સન એરપોર્ટથી આવતી અને જતી ૪૦ થી વધુ ફ્લાઇટ્‌સ વિલંબિત થઈ હતી. મળતી માહિતી મુજબ, ફ્લૅપ એક્ટ્યુએટરમાં ખામી સર્જાવાથી વિમાન અચાનક પલટી ગયું હતુ.

આ અકસ્માત વિષે ટોરોન્ટોના પિયર્સન ઇન્ટરનેશનલ એરપોર્ટે ઠ પરની એક પોસ્ટમાં લખ્યું હતું કે, ‘અમને મિનિયાપોલિસથી આવી રહેલી ડેલ્ટા એરલાઇન્સની ફ્લાઇટ સાથે જાેડાયેલી ઘટનાની જાણ છે, અને કટોકટી ટીમો બચાવ કામગીરીમાં ભાગ લઈ રહી છે.’ બધા મુસાફરો અને ક્રૂનું ધ્યાન રાખવામાં આવી રહ્યું છે. પીલ રિજનલ પોલીસના કોન્સ્ટેબલ સારાહ પેટને અકસ્માત અંગે વધુ વિગતો આપતા કહ્યું, ‘એક વિમાન અકસ્માત થયો છે.’ મારી માહિતી મુજબ, મોટાભાગના મુસાફરો સુરક્ષિત છે અને તેમને વિમાનમાંથી બહાર કાઢવામાં આવ્યા છે.

પિયર્સન ઇન્ટરનેશનલ એરપોર્ટ પર ક્રેશ થયેલા વિમાનનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે, જેમાં કાળો ધુમાડો નીકળતો જાેવા મળી રહ્યો છે. આ વિમાન મિત્સુબિશી ઝ્રઇત્ન૯૦૦ હતું, જેનો નોંધણી નંબર દ્ગ૯૩૨ઠત્ન છે. આ ૧૫ વર્ષ જૂનું વિમાન હતું અને ૨૦૧૩ થી ડેલ્ટા એરલાઇન્સના કાફલામાં હતું. ડેલ્ટા એરલાઇન્સના એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે વિમાન કયા સંજાેગોમાં ક્રેશ થયું તે નક્કી કરવા માટે તપાસ ચાલી રહી છે.

Related Posts