રાષ્ટ્રીય

જમ્મુ કાશ્મીરના પહલગામમાં પર્યટકો પર આતંકવાદી હુમલો, ૧ નું મોત ૪ ઇજાગ્રસ્ત

જમ્મુ કાશ્મીરના પહલગામમાં બાએસન ગામ નજીક આતંકવાદીઓએ પર્યટકોને નિશાન બનાવીને ફાયરિંગ કર્યું હતું જેમાં એક વ્યક્તિ નું મોત થયું હતું અને ૪ લોકો ઇજાગ્રસ્ત થયા હતા પરંતુ હજી ઈજાગ્રસ્તોની સંખ્યા વધવાની આશંકા છે. માર્ચમાં હિમવર્ષા બાદ સેકડોંની સંખ્યામાં પર્યટકો જમ્મુ-કાશ્મીરની મુલાકાતે પહોંચ્યા છે. એવામાં પહલગામમાં ટ્રેકિંગ માટે આવેલા પ્રવાસીઓ પર અંધાધૂંધ ગોળીબાર કરવામાં આવ્યો છે. સૂત્રો અનુસાર પર્યટકો રાજસ્થાનથી કાશ્મીર ફરવા માટે આવ્યા હતા. પ્રવાસીઓ જ્યારે એક પહાડ પર ટ્રેકિંગ કરવા માટે જઈ રહ્યા હતા ત્યારે છુપાઈને બેઠેલા આતંકવાદીઓએ ગોળીબાર કર્યો હતો.
આ ઘટનાની માહિતી મળ્યા બાદ સુરક્ષા દળોની એક ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. જાેકે, હજુ સુધી આ હુમલાની સત્તાવાર પુષ્ટિ થઈ નથી. આ ઘટના અંગે અધિકારીઓએ જણાવ્યુ હતુ કે ડરવાની જરુર નથી. પોલીસે તમામ સુરક્ષાના બંદોબસ્ત કર્યા છે. વિસ્તારમાં ગોળીબારના અવાજાે પણ સંભળાયા હતા. સુરક્ષા દળોની ટીમે વિસ્તારમાં સર્ચ ઓપરેશન શરૂ કરી દીધું છે. આ ઘટનામાં૬ પ્રવાસીઓની હાલત ગંભીર હોવાનું કહેવાય છે.
પહેલગામમાં થયેલો આતંકવાદી હુમલો ચિંતાજનક સમાચાર છે. થોડા સમયમાં અમરનાથ યાત્રા પણ આવી રહી છે અને બેઝ કેમ્પ પહેલગામમાં જ છે. રાજ્યમાં પ્રવાસન હાલમાં ચરમસીમાએ છે. કારણ કે ભારતના મોટાભાગના ભાગોમાં ભારે ગરમી પડી રહી છે.મોટાભાગના આતંકવાદીઓ પ્રવાસીઓ પર હુમલો કરતા નથી. કારણ કે તેનાથી સ્થાનિક લોકોના વ્યવસાય પર અસર પડશે. આ પ્રવાસીઓ જ્યાં પહોંચ્યા હતા તે સ્થળ પર્વતની ટોચ પર હતું, પોલીસકર્મીઓ દરેક જગ્યાએ પહોંચી શકતા નથી. આતંકવાદીઓને તક મળી અને તેમણે પ્રવાસીઓને નિશાન બનાવ્યા.કાશ્મીર ખીણ અને જમ્મુ ક્ષેત્રમાં હાજર ૯૦ ટકા આતંકવાદીઓ પાકિસ્તાનથી ઘૂસણખોરી કરી છે. સ્થાનિક આતંકવાદીઓ સંવેદનશીલ હોય છે, તેમની સંખ્યા ઘણી ઓછી હોય છે.

Related Posts