આજે સમગ્ર સૌરાષ્ટ્રમાં ઠાકોર સેનાના પ્રદેશ પ્રમુખ, યુવા આગેવાન આદરણીય શ્રી અલ્પેશજી ઠાકોર સાહેબના પ્રેરક માર્ગદર્શન હેઠળ એકસાથે ભવ્ય સ્નેહમિલન કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું. આ ઐતિહાસિક શ્રેણીના ભાગરૂપે સાવરકુંડલામાં પણ શહેર તથા ગ્રામ્ય વિસ્તારના ઘણા હોદ્દેદારો, આગેવાનો અને યુવા કાર્યકર્તાઓનું અભૂતપૂર્વ સ્નેહમિલન યોજાયું હતું.
આ સંમેલનમાં ઠાકોર સમાજને સામાજિક, આર્થિક, શૈક્ષણિક અને રાજકીય ક્ષેત્રે અજોડ ઊંચાઈએ પહોંચાડવા માટે નક્કર રોડમેપ-2025 રજૂ કરવામાં આવ્યો. ખાસ કરીને રાજકીય ક્ષેત્રે સમાજનો થતો ઉપયોગ બંધ કરવા તથા યુવાનોને સક્રિય રાજનીતિ માં મોટી જવાબદારી સંભાળવા પ્રેરણાત્મક હાકલ કરવામાં આવી.
“આપણો સમાજ હવે કોઈનો વોટબેંક રહશે નહીં, પણ રાજ્યના નિર્ણયોનું કેન્દ્રબિંદુ બનશે!” – આ ઉર્જાસભર સૂત્ર સાથે યુવા શક્તિને જાગૃત કરવામાં આવી.
કાર્યક્રમના મુખ્ય અતિથિ તરીકે પધારેલા અમરેલી જિલ્લા ઉપપ્રમુખ શ્રી પંકજભાઈ ઉનાવા, સાવરકુંડલા તાલુકા પ્રમુખ શ્રી વિપુલભાઈ ઉનાવા, ઉપપ્રમુખોમાં શ્રી લાલજીભાઈ ભુવા, શ્રી દર્શનભાઈ મેકડા, શ્રી ગોરધનભાઈ ખોડિયાણા સહિત ડઝનબંધ ગામો અને શહેરના પ્રતિષ્ઠિત આગેવાનોએ ઉત્સાહભેર હાજરી આપી હતી.
આ સ્નેહમિલન એક સામાન્ય બેઠક નહીં, પરંતુ ચુવાળીયા ઠાકોર સમાજના નવા સવેરાનો પ્રારંભ બન્યો છે, એવો વિશ્વાસ સૌએ વ્યક્ત કર્યો હતો.


















Recent Comments