શાખપુર કુમાર પ્રાથમિક શાળા માં થનગનાટ ૨૦૨૫ વાર્ષિકોત્સવ યોજાયો

દામનગર શાખપુર કુમાર પ્રાથમિક શાળામાં થનગનાટ ૨૦૨૫ શીર્ષક હેઠળ વાર્ષિકોત્સવ નું આયોજન કરવામાં આવ્યું તારીખ ૨૨/૦૩/૨૫ રાત્રિના આઠ કલાકે વાર્ષિકોત્સવ નું આયોજન કરાયું જેમાં ધોરણ ૧ થી ૮ ના બાળકો અભ્યાસ કરતા કુલ બાળકો માંથી ૧૬૦ બાળકો દ્વારા ૧૪ જેટલી કૃતિઓ પ્રાર્થના ગીત દેશભક્તિ ગીત નાટક અને ડાંડિયારાસ સ્વરૂપે રજૂ કરવામાં આવી જેમાં આ પ્રસંગે બાળકોને પ્રોત્સાહિત કરવા તાલુકા પ્રાથમિક શિક્ષણ સંઘના પ્રમુખ હિતેશભાઈ સોરઠીયા પે સેન્ટર શાળા ના આચાર્ય લાભેશભાઈ રાસીયા સી.આર.સી સંજયભાઈ ગોહિલ કેની શિક્ષણ પૂર્વ આચાર્ય વસંતબેન સીતાપરા માજી શિક્ષકો નીતાબેન શિલ્પાબેન તેમજ રેખાબેન જયસુખભાઈ જીકાદરા અશ્વિનભાઈ સરધારા નાયબ મામલતદાર દુષ્યંતભાઈ બાયલ કન્યાશાળાના આચાર્ય ઇલાબેન મેર રુપલબેન ઠાકર વગેરે ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે બાળકોને એકમ કસોટીમાં લાવેલ ગુણના આધારે શિલ્ડ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં શીલ્ડ સ્ટેજ અને લાઇટિંગ ની વ્યવસ્થા માટે ગામના જાગૃત સરપંચ જયેશભાઈ ખુમાણ દ્વારા દાતાઓનો સહયોગ મેળવી આપ્યો હતો જેમાં સેવા સહકારી મંડળી દ્વારા તમામ બાળકોને શિલ્ડ વિઠ્ઠલભાઈ મકવાણા દ્વારા સ્ટેજ તેમજ મંડપ સમિયાણો અને ફિરોજભાઈ સૈયદ દ્વારા રાત્રી કાર્યક્રમની લાઇટિંગ ની વ્યવસ્થા કરી આપવામાં આવી હતી આ પ્રસંગને સફળ બનાવવા શાળા સ્ટાફ ચેતનભાઇ પટેલ વિજયભાઈ તેમજ ચેતનભાઇ સોલંકી શિલ્પાબેન ચાંદુ તથા દિપકભાઈ પટેલ દ્વારા ભારે જેમ ઉઠાવી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. સમગ્ર કાર્યક્રમ માં ગામના સરપંચ જયેશભાઈ ખુમાણ તાલુકા પંચાયત સદસ્ય બાબુભાઈ લખમણભાઇ બલર નજીરભાઈ મલેક લાલાભાઇ કસોટીયા ઉપસરપંચ તેમજ ગ્રામ પંચાયતના તમામ સદસ્યશ્રી માધ્યમિક હાઈસ્કૂલ ના પ્રિન્સિપાલ તેમજ સમગ્ર સ્ટાફ કેમેરામેન અને વિડીયોગ્રાફી પરાગભાઈ ગજેરા બાળ આંગણવાડી સ્ટાફ આરોગ્ય વિભાગ નો સમગ્ર સ્ટાફ તેમજ સેવા સહકારી મંડળીના પ્રમુખ પ્રાગજીભાઈ બલર ઉપપ્રમુખ ઘનશ્યામભાઈ સીતાપરા મંડળીના મંત્રી હમીરભાઇ રામ અને વ્યવસ્થાપક કમિટીના તમામ સભ્યો હાજર રહ્યા હતા આ કાર્યક્રમમાં ગામના સરપંચ શ્રી જયેશભાઈ ખુમાણ દ્વારા માર્ગદર્શન અને સહકાર મળતા શાળા પરિવાર તરફથી કુમાર શાળાના આચાર્ય જીગ્નેશભાઈ ડેર દ્વારા તમામ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેનાર મહેમાનો અને ગ્રામજનોનો અને વાલીઓનું ખૂબ ખૂબ અભિનંદન સાથે આભાર પ્રગટ કર્યો હતો
Recent Comments