અમરેલી

અમરેલી જિલ્લાના મતદારોનો આભાર માનતા :- ધારાસભ્ય મહેશ કસવાલા

અમરેલી જીલ્લા સહિત સમગ્ર ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટી (ભાજપ)નો ભગવો લહેરાયો છે. તાજેતરમાં યોજાયેલી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં ભાજપે
નગરપાલિકા ચલાલા, જાફરાબાદ, રાજુલા,લાઠી તેમજ પેટા ચૂંટણી સાવરકુંડલા, અમરેલી,દામનગરમાં જંગી જીત મેળવી છે, જે દર્શાવે છે કે રાજ્યની જનતાનો ભાજપસરકાર પર અતૂટ વિશ્વાસ છે. આ જીત અંગે પ્રતિક્રિયા આપતા ભાજપના નેતા શ્રી કસવાલાએ જણાવ્યું હતું કે આ સફળતા પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્ર મોદી અને મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલની લોકપ્રિયતા અને તેમની સરકાર દ્વારા કરવામાં આવેલા વિકાસ કાર્યોનું પરિણામ છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે પ્રદેશ અધ્યક્ષશ્રી સી.આર. પાટીલના નેતૃત્વમાં સંગઠને જે સક્રિયતા અને સેવા દાખવી છે તેના કારણે જનતાએ ભાજપ પર પોતાનો વિશ્વાસ વ્યક્ત કર્યો છે.

ભાજપ હંમેશા જનતાની સેવા માટે તત્પર છે અને ભવિષ્યમાં પણ આ સેવા ચાલુ રહેશે.તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે આગામી સમયમાં પણ ભાજપ
ગુજરાતમાં વિકાસની ગતિને વધુ તેજ કરશે. તાજેતરમાં યોજાયેલી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં ભાજ૫ના ભવ્ય વિજય બદલ ધારાસભ્ય શ્રી મહેશભાઈ
કસવાળા અમરેલી જિલ્લાના મતદારોનો આભાર વ્યક્ત કર્યો.

Follow Me:

Related Posts