પ્રાકૃતિક વાતાવરણ વચ્ચે આવેલ તીર્થ સ્થાન છે થાપનાથ મહાદેવ. ચોગઠની ડુંગરમાળામાં થાપનાથ દાદા દ્વારા સ્થાપેલ થાપનાથ મહાદેવ ભાવિકોનું આસ્થા સ્થાન રહ્યું છે.
ગોહિલવાડમાં નદી, પર્વત કે સમુદ્ર … વગેરે ક્ષેત્રમાં ઐતિહાસિક શિવાલયો રહેલાં છે અને ભાવિક ભક્તો માટે દર્શનીય છે. થાપનાથ મહાદેવ પણ સુંદર પ્રાકૃતિક વાતાવરણ વચ્ચે રહેલ છે.
ચોગઠ વિસ્તારમાં દાદાના સ્થાન તરીકે આ મહાદેવનું સ્થાન કથા ધરાવે છે. વર્ષો પહેલાં એક પરિવારનાં વડીલ એટલે પૂર્વજ થાપનાથ દાદા હતા, આ દાદાનાં વંશજો આજે પણ છે. આ મંદિરમાં શિવલિંગ સાથે જ પાછળ આ દાદા બિરાજમાન છે. અહીંયા વાવ પણ નિર્માણ કરાયેલ છે. આ સાથે જ અન્ય દેવસ્થાનો પણ અહીંયા રહેલ છે.
ચોગઠની ડુંગરમાળામાં પ્રાકૃતિક વાતાવરણ વચ્ચે આ થાપનાથ દાદા દ્વારા સ્થાપેલ તે થાપનાથ મહાદેવ ભાવિકોનું આસ્થા સ્થાન રહ્યું છે. શ્રાવણ માસ તેમજ અન્ય વાર તહેવાર પ્રસંગોમાં આ શિવ સ્થાનમાં ભાવિક ભક્તો પૂજન દર્શન અને થાળ લાભ લેતાં રહે છે.


















Recent Comments