ચિતલ માં વિદ્યા ભારતી ટ્રસ્ટ ચિતલ અને શ્રી રણછોડદાસ બાપુ ટ્રસ્ટ ની હોસ્પિટલ રાજકોટ ની તબીબી સેવા એ ચિતલ સરસ્વતી વિદ્યા મંદિર વિદ્યામંદિર ખાતે મોતીભાઈ કાનાણી ના સહયોગ થી ૧૨૨ મોં નેત્ર નિદાન કેમ્પ બ્રહ્મસમાજ અગ્રણી છેલભાઈ જોશી કોડીનાર વાળા ના ના પ્રમુખસ્થાને યોજાયો આ પ્રસંગે અમરેલી જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ સુરેશભાઈ પાથર ,જશવંત ચિતલ અગ્રણી ઉદ્યોગપતિ જયસુખભાઈ દેસાઈ, ચેમ્બર ઓફ કોમર્સ ના પ્રમુખ સુખદેવસિંહ સરવૈયા અમરેલી તાલુકા પંચાયતના કારોબારી ચેરમેન જે બી દેસાઈ અગ્રણી લાભુભાઈ ચિત્રોડા મનુભાઈ અસલાલીયા જાણીતા લોકસાહિત્યકાર કૌશિકભાઈ દવે ભાજપના મંત્રી રંજનબેન ડાભી ખાસ ઉપસ્થિત રહેલ આ દર્દીને
શ્રી રણછોડદાસ હોસ્પિટલ ના ડો જાની દ્વારા દર્દીઓ ની સંપૂર્ણ તપાસ કરવામાં આવેલ જેમા થી મોતિયાના ૩૦ દર્દીઓને ઓપરેશન માટે રાજકોટ લઈ જવામાં આવેલ આ તકે છેલભાઈ જોશીના હસ્તે મોતીભાઈ કાનાણી રંજનબેન બાબરીયા, રામભાઈ સસલા તેમાં ઝવેરભાઈ લીમ્બાચીયા નું સન્માન કરવામાં આવેલ
કાર્યક્રમનું સંચાલન સંસ્થાના પ્રમુખ ઈતેશભાઈ મહેતા ઍ કરેલ આ કેમ્પ ને સફળ બનાવવા માટે દિનેશભાઈ મેસિયા, ખોડભાઈ ધંધુકિયા,છગનભાઈ કાછડીયા ,રવજીભાઈ બાબરીયા,હસુભાઈ ડોડીયા વગેરે જહેમત ઉઠાવી હતી દિનેશભાઈ યાદીમાં જણાવેલ છે


















Recent Comments