અમરેલી

લોકસાહિત્ય સેતુની 126 ની બેઠક ચલાળા શક્તિપીઠ ગાયત્રીધામ પૂજ્ય રતીદાદાના સાનિધ્યમાં મળી

અમરેલી ચલાળા પરમ પૂજ્ય સંત શ્રી મોરારીબાપુ ના રૂડા આશીર્વાદથી સ્થાપિત થયેલ લોક સાહિત્ય સેતુ ની 126 મી બેઠકનો પ્રારંભ આઈ પી એસ શ્રી ગઢવી    અધ્યક્ષ સ્થાને  કરવામા આવેલ. અને ગાયત્રી સંસ્કારધામ ચલાળા ના સંત શ્રી પ.પુ.ડો. રતિદાદા બેઠકનો પ્રારંભ એ દીપ પ્રાગટ્ય થી કરેલ નિયામકશ્રી મહેશભાઈ મહેતાના આવકાર વક્તવ્ય થી થયો .વચ્ચે સ્થાપક પ્રમુખ શ્રી મહેન્દ્રભાઈ જોષીએ દોહો આવકારેલ . લોકસાહિત્ય સેતુ અમરેલી ના કલાકારો સર્વ  શ્રી બીનાબેન શુક્લ સંજયભાઈ પંડ્યા,રમેશભાઈ જાદવ દિલાવરભાઈ લલીયા કેવલભાઈ તેરૈયા એ લોકગીત લોકસાહિત્ય, દેશભક્તિના ગીતોની રમઝટ બોલાવી અમરેલી નીઇન્ટરનેશનલ પેરા ટેબલ ટેનિસ કાજલબેન મકવાણા કાજલ મકવાણા અને લોક વર્તા કાર કાનજી ભુટા બારોટના પુત્ર મનુભાઈ નું સન્માન મહાનુભાવોના હસ્તે થયેલ આ પ્રસંગે 

શૈલેષભાઈ સંઘાણી ગોવિંદભાઈ ગોંડલીયાએ  ગોરધનભાઈ સુરાણી એ હસુદાદા જોષી જયેશભાઈ ઠાકર અશ્ર્વિનભાઈ  ત્રિવેદી કિરણબેન ત્રિવેદી સગુણાબેન સુરાણી મોટાભાઈ સંવટ પરેશભાઈ કનાળા વગેરે ઉપસ્થિત રહેલ આ પ્રસંગે એ.એસ પી.શ્રી ગઢવી પરમ પૂજ્ય ડો.રતિદાદા પ્રાસંગિક ઉદબોદન કરેલ.કાર્યક્રમને સફળ બનાવવા માટે  સંસ્થાના પ્રમુખ ઈતેશભાઈ મહેતાના માર્ગદર્શન હેઠળ સંજયભાઈ પંડ્યા રાજ્યગુરુ વિપુલભાઈ ભટ્ટી પ્રતાપસિંહજી રાઠોડ ,રશ્મિબેન પરમાર ડો.અનિલભાઈ ઠાકર ચંદ્રેશભાઇ સોની વગેરે જેમ ઉઠાવી હતી.

Related Posts