અમરેલી

સાવરકુંડલા તાલુકા પંચાયત કચેરી ખાતે બાબાસાહેબ આંબેડકરની 134મી જન્મ જયંતીની ઉજવણી કરવામાં આવી હતી.

સાવરકુંડલા તાલુકા પંચાયત કચેરીના કોન્ફરન્સ હોલ ખાતે ડોક્ટર બાબાસાહેબ આંબેડકરની 134મી જન્મ જયંતીની ઉજવણી કરવામાં આવી હતી આકાર્યક્રમમાં તાલુકા પંચાયતના પ્રમુખ જીતુભાઈ કાછડીયા, સાવરકુંડલા તાલુકા ભાજપ પ્રમુખ રજનીભાઈ ડોબરીયા, સામાજિક ન્યાય સમિતિ ના ચેરમેન ઈલાબેન, પૂર્વ ચેરમેન મુકેશભાઈ મહિડા, નગરપાલિકા સદસ્ય કેશુભાઈ બગડા, મોટા ભમોદરાના સરપંચ ભાવેશભાઈ ખુંટ, શહેર ભાજપ અનુસૂચિત જાતિ મોરચાના મહામંત્રી લલિતકુમાર મારૂ, ઇન્ચાર્જ તાલુલ વિકાસ અધિકારી જીજ્ઞેશભાઈ વાઘાણી, આસિસ્ટન્ટ તાલુકા વિકાસ અધિકારી રફિકભાઈ જાદવ, વિસ્તરણ અધિકારી મનોજભાઈ બગડા, અમરૂભાઈ બોરીચા, તલાટી મંત્રી મંડળ પ્રમુખ પિયુષભાઈ મહેતા, ઈગ્રામ ટી.એલ.ઈ. સંજયભાઈ પંડ્યા, ઓઢભાઈ ભુકણ સહિત અનેક મહાનુભાવો અને તાલુકા પંચાયત કચેરીનો સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે ડૉ. આંબેડકરના યોગદાનને યાદ કરી તેમના આદર્શોને અનુસરવાનો સંકલ્પ લેવાયો હતો.

Related Posts