વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે (26મી ઓક્ટોબર) મલેશિયાના કુઆલાલંપુરમાં આયોજિત આસિયાન-ભારત સમિટમાં વર્ચ્યુઅલ રીતે ભાગ લીધો હતો. આ દરમિયાન તેમણે આસિયાન સાથેના ભારતના સંબંધોને માત્ર ભૌગોલિક નહીં, પરંતુ ઐતિહાસિક અને સાંસ્કૃતિક ભાગીદારીના મજબૂત બંધન તરીકે ઓળખાવ્યા હતા. તેમણે સફળ અધ્યક્ષપદ માટે મલેશિયાના વડાપ્રધાન અનવર ઈબ્રાહિમને અભિનંદન પાઠવ્યા હતા અને કહ્યું હતું કે, ‘મને મારા આસિયાન પરિવારને ફરી એકવાર મળવાની તક મળી છે.’વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભારત અને આસિયાનની વ્યાપક ભાગીદારીના મહત્ત્વ પર ભાર મૂક્યો. તેમણે કહ્યું, ‘ભારત અને આસિયાન એકસાથે વિશ્વની લગભગ એક ચતુર્થાંશ વસ્તીનું પ્રતિનિધિત્વ કરે છે. આપણે ફક્ત ભૂગોળ દ્વારા જ નહીં પરંતુ ઊંડા ઐતિહાસિક સંબંધો અને સહિયારા મૂલ્યો દ્વારા પણ જોડાયેલા છીએ. આપણે ફક્ત વેપાર જ નહીં, પરંતુ સાંસ્કૃતિક ભાગીદારો પણ છીએ.’ભારપૂર્વક પીએમ મોદીએ કહ્યું કે, ‘આસિયાન ભારતની એક્ટ ઇસ્ટ પોલિસીનો મુખ્ય આધારસ્તંભ છે. ભારતે હંમેશા આસિયાનની કેન્દ્રીયતા (ASEAN Centrality) અને ઈન્ડો-પેસિફિક પર આસિયાનના આઉટલુકને સંપૂર્ણ સમર્થન આપ્યું છે.’પીએમ મોદીએ કહ્યું કે, ‘ભારતે હંમેશા આસિયાન-સેન્ટ્રિક અને ઇન્ડો-પેસિફિક પર આસિયાનના દૃષ્ટિકોણને ટેકો આપ્યો છે. અનિશ્ચિતતાના આ સમયગાળામાં પણ, ભારત-આસિયાન ભાગીદારી આગળ વધી છે. 21મી સદી આપણી સદી છે, ભારત અને આસિયાનની સદી. મને વિશ્વાસ છે કે 2027 સુધી વિકસિત ભારતનું લક્ષ્ય સમગ્ર માનવતા માટે ઉજ્જવળ ભવિષ્ય બનાવશે. ભારત તમારી સાથે ખભે ખભો મિલાવીને કામ કરવા માટે પ્રતિબદ્ધ છે.’પીએમ મોદીએ અનિશ્ચિતતાના વર્તમાન સમયગાળામાં પણ ભારત-આસિયાન વ્યાપક વ્યૂહાત્મક ભાગીદારીની સતત પ્રગતિની પ્રશંસા કરી. તેમણે કહ્યું, ‘આપણી મજબૂત ભાગીદારી વૈશ્વિક સ્થિરતા અને વિકાસ માટે એક શક્તિશાળી પાયા તરીકે ઉભરી રહી છે.’
આસિયાન સમિટની થીમ ‘ઈનફ્લૂસેવિટી એન્ડ સસ્ટેનેબિલિટી’ને પણ સમર્થન આપતા તેમણે કહ્યું કે, ‘આ થીમ ડિજિટલ સમાવેશ હોય કે ફુડ સિક્ટોરિટી અને રિસિલિયન્ટ સપ્લાય ચેન સુનિશ્ચિત કરવી. તમામ સહિયારા પ્રયાસોમાં સ્પષ્ટપણે જોવા મળે છે, અને ભારત આ દિશામાં સાથે મળીને આગળ વધવા પ્રતિબદ્ધ છે.’ઉલ્લેખનીય છે કે, વિદેશ મંત્રી એસ. જયશંકર 27મી ઓક્ટોબરે કુઆલાલંપુરમાં યોજાનારી 20મી પૂર્વ એશિયા સમિટમાં પ્રધાનમંત્રી વતી ભારતનું પ્રતિનિધિત્વ કરશે. આસિયાનમાં ભારત, અમેરિકા, ચીન, જાપાન અને ઓસ્ટ્રેલિયા સહિતના ઘણાં મોટા દેશો સંવાદ ભાગીદારો છે.


















Recent Comments