ભાવનગર

ભાવનગર સને ૧૯૮૦ થી અવિરત ચાલતી શિશુવિહાર બુધસભાની ૨૩૩૬ મી બેઠક મળી

ભાવનગર શિશુવિહાર માં સને ૧૯૮૦ થી અવિરત ચાલતી શિશુવિહાર બુધસભાની ૨૩૩૬મી બેઠક તારીખ ૨૩/૦૪/૨૫ ના બુધવાર ના રોજ સાંજે ૬-૧૫ કલાકે ચેતના ગોહેલના સંચાલન હેઠળ શિશુવિહાર ખાતે યોજાયી. “કવિ વિશેષ ઉપક્રમ” તળે યોજાયેલ બુધસભામાં કવિ રમેશ પારેખના  જીવન અને કવનની ડો . છાયા બહેન પારેખે  ખૂબ સુંદર સફર કરાવી. આ અવસરે કવિ રમેશ પારેખના જીવનમાં ડોકિયું કરી ખરેખર ધન્યતાનો અનુભવ થયો. આજની બુધસભામાં આશરે ૩૦ જેટલા સાહિત્યપ્રેમીઓ હાજર રહ્યા. ખરેખર આજની બુધસભા ખૂબ જ આનંદમય રહી.

Related Posts