શિશુવિહાર બુધસભા ની 2366મી બેઠક, તા.19/11/2025, બુધવારે સાંજે 6:15 કલાકે સુશ્રી દીપિકાબહેન યાદવના સંચાલનમા મળી.જેમાં ‘સર્જનની પૂર્વ ક્ષણોમાં… ‘ સર્જક સાથે સંવાદ ‘ શ્રેણી અંતર્ગત અતિથિ સર્જક સુશ્રી અંજનાબહેન ગોસ્વામી સાથે સંવાદ કરવામાં આવ્યો.સંવાદ દરમિયાન એમની સાહિત્ય સર્જનયાત્રાની શરુઆતથી માંડીને પુસ્તક પ્રકાશન સુધીની વિગતે વાતો કરવામાં આવી. તેમણે પોતાના કવયિત્રી તરીકેના ઘડતર અને ચણતરનો શ્રેય બુધસભાને આપી ઋણ સ્વીકાર કર્યો.વળી, તેઓએ પોતાના ગીત અને ગઝલનું ભાવવાહી પઠન પણ કર્યું , જેનાથી આ સંવાદ વધુ રસપ્રદ અને પ્રેરક બની રહ્યો.આજની બુધસભામાં કવિશ્રી ડૉ. વિનોદ જોશીએ ઉપસ્થિત સૌને સરળતાને આતિક્રમીને નવાં નવાં કલ્પનો થકી કાવ્યસર્જન કરવાનું અને શબ્દના હથિયારને સજ્જ કરીને ઉપયોગમાં લેવાનું સૂચન કર્યું. જે હાજર રહેલા સૌ માટે મહત્વનું સૂચન બની રહ્યું.આજની બુધસભામાં 25 જેટલા .સાહિત્યરસિકો ઉપસ્થિત રહ્યા.
ભાવનગર શિશુવિહારની બુધસભાની ૨૩૬૬ મી બેઠક યોજાય





















Recent Comments