ભાવનગર શિશવિહાર બુધસભાની 2386 મી બેઠક તા.૦૮/૦૪/૨૬ ના રોજ યોજાય શિશુવિહાર પરિસર માં યોજાયેલ બેઠક અત્યંત વિશિષ્ટ એટલા માટે રહી કે બુધસભાની સ્થાપનાથી જોડાયેલા વરિષ્ઠ સારસ્વત શ્રી અરવિંદભાઈ પંડ્યા (ઉંમર વર્ષ 93) ઉપસ્થિત રહ્યાં અને પોતાના સંસ્મરણો વાગોળ્યા. માધ્યમ બન્યા ડો. નલિનભાઈ પંડિત.. પંડિત સાહેબે તેમની સાથે સુંદર પ્રશ્નોત્તરી કરી અને અરવિંદભાઈ પંડ્યાના ખજાનામાંથી એક એક રસપ્રદ વાતો બહાર આવી.. અરવિંદભાઈ પંડ્યા એ તખ્તસિંહજી પરમારના વિદ્યાર્થી હતા અને કવિ વિનોદભાઈ જોશી એ અરવિંદભાઈ પંડ્યાના વિદ્યાર્થી હતા.. એવી રીતે સુંદર સંયોગ થયો.. આજની સભામાં અરવિંદભાઈ પંડ્યાના પરિવારજનો, ડો. નાનકભાઈ ભટ્ટ, જાનુ ભાઈ ભટ્ટ, ડો. વિનોદભાઈ જોશી, ડો. મહેન્દ્રસિંહ પરમાર, ડો. આઈ. કે. વીજળીવાળા સહિત લગભગ 55 કવિઓ- ભાવકો ઉપસ્થિત રહ્યા. ડો. મહેન્દ્રસિંહ પરમાર અને ડો. વિનોદભાઈ જોશીએ સુંદર પ્રતિભાવ પણ આપ્યા. પ્રશ્નોત્તરી ડો. નલિન પંડિત સાહેબે કરી કાર્યક્રમનું સંચાલન પરેશભાઈ ત્રિવેદી એ કર્યું
મૃદુહદયનો મેળાવડો શિશવિહાર બુધસભાની 2386 મી બેઠક યોજાય

















Recent Comments