સાવરકુંડલા સ્વામિનારાયણ મંદિર નો 23મોં પાટોત્સવ તથા શિક્ષાપત્રી કથા નો પ્રારંભ કરવામાં આવ્યો.

23માં પાટોત્સવ નિમિતે શિક્ષાપત્રી કથા ની ભવ્ય પોથીયાત્રા શહેરના મુખ્યમાર્ગો પર નીકળી.સાવરકુંડલા શહેરની મધ્યમાં શિવાજીનગર ખાતે આવેલ સ્વામિનારાયણ મુખ્ય મંદિરના નીજ મંદિરમાં બીરાજતા સર્વ દેવોનો 23મો વાર્ષિક પાટોત્સવ નો ધામધૂમ પૂર્વક થી ઊજવણી કરવામાં આવશે આ પ્રસંગે ત્રિદીનાત્મક સંગીતમય શૈલીમાં શિક્ષાપત્રી કથા યોજાશે જેના વકતા તરીકે શાસ્ત્રી નિર્લેપસ્વામીજી વ્યાસપીઠ પર બિરાજી મધૂર કથામૃત નું રસપાન કરાવશે આ સમગ્ર મહોત્સવ ના યજમાન તરીકે અક્ષર નિવાસી મનજીભાઈ ગોવિંદભાઈ જયાણી નો સમગ્ર પરીવાર રહેશે આતકે સાવરકુંડલા શહેર અને તાલુકાના 79 ગામોના હરિભક્તો દેવ દર્શન, કથામૃત રસપાન, અભિષેક વગેરે ધાર્મિક પ્રસંગો નો લાભ લેશે જેમની વિશાળ હરિભક્તો ભાઈઓ બહેનો સાથે શહેરના મુખ્યમાર્ગો પર પોથીયાત્રા નીકળી હતી આતકે સ્વામિનારાયણ સંપ્રદાય ના હરિભગત અતુલભાઈ જાની નિવૃત ફૌજી, અમિતગીરી ગોસ્વામી, રાજુભાઈ જ્યાણી આઈસ્ક્રીમ વાળા, ભીખાભાઈ કાબરીયા વગેરે હરિભક્તો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
Recent Comments