આજે ગુજરાત સરકારની એકમાત્ર ગુજરાત આયુર્વેદ યુનિવસિર્ટી દ્વારા ૨૯ મો પદવીદાન સમારોહ યોજવામાં આવશે. આ સમારોહના અધ્યક્ષ સ્થાને રાજ્યપાલ આચાર્ય દેવવ્રત તથા પદવીદાન સમારોહના મુખ્ય અતિથિ તરીકે ગુજરાત રાજયના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ ઉપરાંત જામનગરના સાંસદ સભ્ય પુનમબેન માડમ, જામનગરના કલેકટર, આયુષ ડાયરેકટર તથા આઇ.ટી.આર.એ.ના નિયામક પ્રો. તનુજા નેસરી સહીત અનેક મહાનુભાવો આ પ્રસંગમાં પોતાની ઉપસ્થિતી આપશે.
રાજમાતા શ્રી ગુલાબકુંવરબા ઓડીટોરીયમમાં યોજાનાર આ પદવીદાન સમારોહમાં કુલ ૧૮૪૧ વિદ્યાર્થીઓને ઉપાઘી એનાયત કરવામાં આવશે. ઉપરાંત ૨ (બે) વિશિષ્ટ સેવા પ્રદાન કરનાર મહાનુભાવોને ડી. લીટની પદવી એનાયત થશે. વિદ્યાર્થીઓમાં ડીપ્લોમા, પી. જી. ડીપ્લોમાં, બેચરલ ડીગ્રી, માસ્ટર ડીગ્રી, એમ.ડી., એમ.એસ. અને પી.એચડી.ના મળી કુલ-૧૮૪૧ વિદ્યાર્થીઓ હશે. વધુમાં બે વિશેષ વ્યકિતત્વને ડોક્ટરેટ ઓફ લીટરેટર આયુર્વેદની ઉપાધિથી નવાજાશે. આ બે મહાનુભાવો ડો. બુધેન્દ્રકુમાર જૈન તથા વૈદ્ય મનમોહન ભગવાનભાઇ પટેલ રહેશે. આ મહાનુભાવોને તેના સમાજ પ્રત્યેની નિ: સ્વાર્થ વિશિષ્ટ સેવા અને અનન્ય સિધ્ધીઓ બદલ આ પદવી ગુજરાત આયુર્વેદ યુનિવસિર્ટી દ્વારા આપવામાં આવી રહી છે. આ તબકકે ઉચ્ચ ગુણાંક પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓને સુવર્ણ અને રજત મેડલ પણ એનાયત કરવામાં આવશે.
ગુજરાત આયુર્વેદ યુનિવસિર્ટીનો આ ૨૯ મો પદવીદાન સમારોહ સવારે ૧૧ કલાકે ગુજરાતના રાજયપાલના આગમન સાથે શુભારંભ થશે. યુનિવસિર્ટીના ગીતનું ગાન કરવામાં આવશે અને તમામ મંચસ્થ મહાનુભાવોને સ્મૃતિચિન્હથી નવાજવામાં આવશે. ત્યારબાદ ગુજરાત આયુર્વેદ યુનિવસિર્ટીના કુલપતિ ડો. નરેશકુમાર જૈન દ્વારા સ્વાગત પ્રવચન આપવામાં આવશે.
આ બાદ વિવિધ તબકકામાં ડી.લીટથી માંડી અને ડીપ્લોમા કેટેગરીના વિદ્યાર્થીઓને પદવી એનાયત કરવામાં આવશે. વધુમાં ઇનામો, મેડલ અને એવોર્ડ એનાયત થશે અને એમ.ઓ.યુ. કરવામાં આવશે.
આ પ્રક્રીયાઓ આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ દ્વારા પદવીદાન અંગે પ્રાસંગીક પ્રવચન આપવામાં આવશે. આ પછી યુનિવસિર્ટીના કુલપતિની વિનંતીથી ગુજરાત રાજયના ગરિમા સ્વરૂપ રાજયપાલ દ્વારા પ્રમુખ પ્રવચન આપવામાં આવશે.
આ કાર્યક્રમના આગળના તબકકામાં ગુજરાત આયુર્વેદ યુનિવસિર્ટીના ઇન્ચાર્જ રજીસ્ટ્રાર એ. પી. ચાવડા દ્વારા આભાર દર્શન કરવામાં આવશે અને અંતમાં રાષ્ટ્રગાન સાથે સમારોહની પૂર્ણાહુતી થશે.
આજે જામનગરમાં ગુજરાત આયુર્વેદ યુનિવસિર્ટીનો ૨૯ મો પદવીદાન સમારોહ યોજાશે

Recent Comments