સાવરકુંડલા શહેરમાં શિક્ષણ સંસ્કાર અને ચારિત્ર્ય નિર્માણના ધામ સમા શ્રી સ્વામિનારાયણ ગુરૂકુળ અને અમરેલી જિલ્લા અંધત્વ નિવારણ સમિતિ દ્વારા સેવાકીય વિવિધ પ્રવૃત્તિઓ ચાલે છે. તે પૈકી આગામી તારીખ ૨-૧-૨૬ને શુક્રવારે ૩૪૩ મા વિનામુલ્યે મહાનેત્રયજ્ઞ નેત્રમણિ સાથેનું આયોજન ગુરુકુળ ખાતે કરવામાં આવશે.
આ કેમ્પનો લાભ લેવા આંખના દર્દીઓને ગુરુકુળના શાસ્ત્રી હરિપ્રસાદ દાસજી સ્વામી પ્રમુખ, કોઠારી અક્ષરમુક્ત દાસજી સ્વામીએ અપીલ કરી હતી જેમાં આંખના રોગોથી પીડાતા દર્દીઓનું નિદાન, સારવાર, દવા અને નંબર વાળા ચશ્મા વિનામૂલ્યે આપવામાં આવશે તેમજ મોતિયાના ઓપરેશન કરવાના થાય તેવા દર્દીઓને ગુરુકુળથી બસ દ્વારા વિરનગર લઈ જવામાં આવશે અને ઓપરેશન બાદ સાવરકુંડલા પરત લાવવામાં આવશે. આ કેમ્પના દાતા તરીકે નરેન્દ્રકુમાર પોપટલાલ મહેતા મહેતા બ્રધર્સ અમદાવાદ સેવા આપશે. ગુરુકુળ દ્વારા અહીં યોજાતા નેત્ર યજ્ઞની પરંપરામાં આ ૩૪૩ મો નેત્ર યજ્ઞ યોજાશે.


















Recent Comments