શિશુવિહાર ખાતે શ્રી માનભાઈ ભટ્ટ ની સ્મૃતિ માં ૩૪ મો નાગરિક અભિવાદન પૂજ્ય મોરારીબાપુ ની નિશ્રા માં યોજાશે
ભાવનગર શિશુવિહાર ના આંગણે શ્રી માનભાઈ ભટ્ટ નાગરિક અભિવાદન ગુજરાત ના મુઠી ઉંચેરા લોક સેવક અને શિશુવિહાર સંસ્થા ના સ્થાપક શ્રી માનભાઈ ભટ્ટ ની સ્મૃતિ માં ૭૬ માં પ્રજાસત્તાક પર્વ ની નમતી સાંજે નાગરિક અભિવાદન સમારોહ યોજાશે…આદરણીય પરમ પૂજ્ય મોરારીબાપુની અધ્યક્ષતા માં યોજાનાર ૩૪ માં નાગરિક અભિવાદન અંતગર્ત રાજકોટ શહેર ના વૃદ્ધાશ્રમ, પુસ્તકાલયો અને સેવા યજ્ઞો યોજનાર શ્રી અનુપમભાઈ દોશી તેમજ માનવ સેવા એ પ્રભુ સેવા ને વરેલી ઢસા ના ટીંબી ગામમાં સ્થાપિત સ્વામિ નિર્દોષાનંદજી માનવ સેવા ટ્રસ્ટ હૉસ્પિટલ નું સર્જરી, દવા તથા ભોજન જેવી સમગ્ર સેવાકાર્ય નું આયોજન કરનાર ડૉ.એન.કે.રાજપરા નું અભિવાદન થશે…પ્રતિકાર ભર્યો પુરુષાર્થ કરતા રહી પ્રભુ પ્રીત્યર્થે માનવસેવા માં વ્યસ્ત ગુજરાત ના પ્રતિભા સંપન્ન નાગરિકો ના સન્માન નો વર્ષ ૧૯૯૧ થી પ્રારંભાયેલ સદવિચાર ને ભાવનગર ની સંસ્કાર ભૂમિ થી આગળ વધારતા ચિત્રકુટ ધામ તેમજ શિશુવિહાર દ્વારા પ્રત્યેક ને રૂ.૫૦.૦૦૦ /- સ્મૃતિચિનહથી વંદના થશે…તા.૨૬ જાન્યુઆરી રવિવારે સાંજના ૪-૦૦ કલાકે શિશુવિહાર પરિસરમાં યોજનાર અભિવાદન સમારોહ માં દર્દી દેવો ભવો નું સેવાવૃતી થી નેત્રરક્ષા માટે સમગ્ર ગુજરાત માં પ્રસિદ્ધ શ્રી શિવાનંદ મિશન આઈ હોસ્પિટલ વિરનગર ના ડૉ.શ્રી સી.એલ. વર્મા ૨.૬૦ લાખ થી વધુ કેટ્રેક સર્જરી કરી ઓલિયા તબિબ ના લોક બિરુદ તરીકે પ્રખ્યાત ડૉ.સી.એલ. વર્માનું અભિવાદન થશે આ ઉપક્રમે ગાંધી પેઢી ના સાચા વારસદાર તથા સમાજ અને રાષ્ટ્ર માટે પોતાની સજ્જતા, સમજ અને પૂર્ણકાર્ય શક્તિ પ્રમાણે જીવન અર્પણ કરનાર શ્રી જિજ્ઞા બહેન દવેનું અભિવાદન થશે. પ્રતિ વર્ષ એક પ્રમાણિક અને નિષ્ઠાવાન સરકારી અધિકારીશ્રી તરીકે ગુજરાત સરકાર ના માર્ગ અને મકાન વિભાગના કાર્ય પાલક ઇજનેર તરીકે સનિષ્ઠ સેવા આપનાર શ્રી એમ. બી. ભાલાલા સાહેબનું સવિશેષ અભિવાદન થશે સેવા અને શિક્ષણ વિચારથી સુવાસિત ભાવનગર ની ભૂમિ પર યોજાતા સમારંભ સમયે પૂજ્ય બાપુ વિચારો વ્યક્ત કરશે..જેને માણવા માટે શહેરો ના પ્રબુદ્ધ નાગરિકો ને હાર્દિક નિમંત્રણ છે..
Recent Comments