અમરેલી

સાવરકુંડલામાં ગુજરાતી સાહિત્ય પરિષદનું ૩૫મું જ્ઞાનસત્ર યોજાશે

ગુજરાત સાહિત્ય પરિષદનું ૩૫મી જ્ઞાનસત્ર શ્રી વિદ્યાગુરૂ ફાઉન્ડેશન સાવરકુંડલાનાં યજમાનપદ તા. ૧૯, ૨૦,૨૧ ડિસેમ્બરે યોજાશે જેમાં તા. ૧૯મીએ સવારે ૧૦:૩૦નાં ઉદ્દઘાટન, આવકાર, સંસ્થા પરિચય, પ્રવૃતિ અહેવાલ અને પ્રાસંગીક પ્રવચનો બપોરે પ્રથમ બેઠકમાં સાહિત્યસ્વરૂપ નિબંધ, બીજી બેઠકમાં સર્જક વિશેષ કાર્યક્રમમાં રઘુવીર ચૌધરી, ઉદયન ઠાકર, મીનલ દવે, ગુલમહમદ શેખ, ભારી રાણે, મહેન્દ્રસિંહ પરમાર, મયુર ખાવડુ, સંધ્યા ભટ્ટ અને હરેશ મહેતા, પ્રવણ પંડ્યા, સમીર ભટ્ટ, રઘુવીર ચૌધરી, રતિલાલ બોરીસાગર, પુજ્ય મોરારિબાપુ, હર્ષદ ત્રિવેદી, રાજન ભટ્ટ સહિત  ઉપસ્થિત રહેશે. તા. ૨૦ શનિવારે સાહિત્યનું સરવૈયુમાં પીનાકીની પંડ્યા, શક્તિસિંહ પરમાર, હિતેષ પંડ્યા, રમણીક અગ્રાવત, મનહર શુકલ, સંજય ચૌધરી અને બપોરે જુની રંગભુમીનાં ગીતોની પ્રસ્તુતી ઉત્કર્ષ મજમુદાર અને હેતલ મોદી કરશે. તા. ૨૧ રવિવારે સવારે મધ્યસ્થ સમિતિની બેઠક અને સર્જક વિશેષ કાર્યક્રમમાં મનસુખ સલ્લા, ઉર્વિશ કોઠારી, કેસર મકવાણા, વિવેક ટેલર, ભીખેશ ભટ્ટ ઉપસ્થિત રહેશે. એજ દિવસે સામાન્ય સભા અને સમાપન બેઠક યોજાશે.જેમાં હર્ષ બ્રહ્મભટ્ટ, હર્ષદ પટેલ, હર્ષદત્રિવેદી, સમીર ભટ્ટ સહિત ઉપસ્થિત રહેશે તેમ ગુજરાત સાહિત્ય પરિષદનાં મહામંત્રી સમીર ભટ્ટે જણાવ્યું છે. આ કાર્યક્રમમાં જોડાવા માટે નોંધણી કરી ઉપસ્થિત રહેનારને પ્રમાણપત્ર પણ આપવામાં આવશે.તેમજણાવાયું છે.

Related Posts