ભાવનગર

મહુવાના તલગાજરડા ખાતેના ચિત્રકુટધામ મધ્યે પૂ મોરારિબાપુની સાન્નિધિમાં 49મો હનુમંત શાસ્ત્રીય સંગીત મહોત્સવનો પ્રારંભ થયો

શ્રી હનુમાન જન્મોત્સવની ઉજવણીના ભાગરૂપે પ્રતિવર્ષ ચૈત્ર સુદ પુનમ, હનુમાન જન્મ જયંતિના ઉપલક્ષ્યમાં પૂ.મોરારિબાપુના ઉપાસ્ય દેવ શ્રી હનુમાનજી મહારાજને વિશેષ અર્ઘ્ય રૂપે સંગીતાંજલિ અર્પણ કરવામાં આવે છે, જેને આ લગાતાર 49મુ વર્ષ છે. આજે આ સળંગ ત્રણ દિવસના શાસ્ત્રીય સંગીત મહોત્સવના પ્રથમ દિવસે સોમવારની સાંજે તલગાજરડા ચિત્રકુટધામ ખાતે હનુમાનજીની વિશાળ પ્રતિમા સમક્ષ દેવાંશીષ ભટ્ટાચાર્યના ગિટાર વાદન સાથે પ્રારંભ થયો છે.

દેવાશીષ ભટ્ટાચાર્યજીના ગિટાર વાદન સંગત સાથે તબલા સંગત યશવંત (પંજાબ ઘરાના) વૈષ્ણવ જ્યારે ચતુરંગ સંગતમાં સૂર્યદીપ્ત ભટ્ટાચાર્ય રહ્યા હતા.

Related Posts