ભાવનગર જિલ્લા કક્ષાના ૭૬ મા પ્રજાસત્તાક પર્વની ઉજવણી સિહોર ખાતે કરવામાં આવશે

રાષ્ટ્રીય પર્વ ૨૬મી જાન્યુઆરીની ૭૬ મા પ્રજાસત્તાક પર્વની જિલ્લા કક્ષાની ઉજવણીના સિહોર ખાતે કરવામાં આવનાર હોય એ અંગે જિલ્લા કલેકટર શ્રી આર. કે. મહેતાના અધ્યક્ષ સ્થાને સંબંધિત અધિકારીઓ સાથે બેઠક યોજવામાં આવી હતી.
કલેકટર કચેરી ખાતે મળેલી આ બેઠકમાં પ્રજાસત્તાક પર્વના અનુસંધાને યોજાતા સાંસ્કૃતિક કાર્યક્રમ અને ધ્વજવંદન કાર્યક્રમ માટે જરૂરી વ્યવસ્થાઓ બાબતે પરામર્શ કરવામાં આવ્યો હતો. આ બેઠકમાં ધ્વજ વંદન માટેના મિનિટ ટુ મિનિટ એટલે કે સમગ્ર કાર્યક્રમની રૂપરેખા ઘડવા માટે ચર્ચા કરવામાં આવી હતી. કલેકટરશ્રીએ પ્રજાસત્તાક દિનની જિલ્લાકક્ષાની ઉજવણી ગરીમામય માહોલમાં યોજાઈ તે માટે રાષ્ટ્રીય પર્વની ઉજવણીના પૂર્વ અનુભવોને ધ્યાને લઈ જરૂરી માર્ગદર્શન અને સૂચનાઓ આપી હતી. રાષ્ટ્રીય પર્વની ઉજવણીમાં પ્રજાજનો પણ ઉત્સાહપૂર્વક સહભાગી થાય તે માટે પણ ચર્ચા કરવામાં આવી હતી.
આ બેઠકમાં ઇન્ચાર્જ જિલ્લા વિકાસ અધિકારી શ્રી ડી. એમ. સોલંકી, નિવાસી અધિક કલેકટર શ્રી એન. ડી. ગોવાણી, રિજિયોનલ કમિશનર ઓફ મ્યુનિસિપાલિટીઝ અધિક કલેક્ટરશ્રી ડી.એન.સતાણી, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી નિયામકશ્રી જયશ્રીબેન જરૂ, સિહોર પ્રાંત અધિકારીશ્રી ભૂમિકાબેન વાટલીયા સહિતના અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.
Recent Comments