દાણીલીમડાના ફૈઝલનગરનો રહેવાસી હોવાનું બહાર આવ્યું અમદાવાદના રામોલ વિસ્તારમાં ઝ્ર્સ્ક્રોસ રોડ પાસેથી સ્ટેટ મોનીટરીંગ સેલ ના અધિકારીઓએ એક શખ્સ શસ્ત્રો સાથે આવવાનો છે તેવી માહિતી પોલીસને મળી હતી. જેને આધારે પોલીસે સીટીએમ ક્રોસ રોડ ઓવરબ્રિજ પાસે જાળ બિછાવી હતી. જેમાં આરોપી શસ્ત્રો સાથે ઝડપાઈ ગયો હતો. તેની પાસેથી પોલીસે રૂ.૧૫,૦૦૦ ની કિંમતની રિવોલ્વર, રૂ.૧૦,૦૦૦ ની કિંમતની પિસ્ટલ , બે કાર્ટીજીસ અને રોકડા રૂ.૪૦૦ મળીને કુલ રૂ. ૨૫,૮૦૦ નો મુદ્દામાલ કબજે કર્યો હતો. તપાસમાં આરોપીનું નામ સાજીદ એહેમદભાઈ શેખ અને તે દાણીલીમડાના ફૈઝલનગરનો રહેવાસી હોવાનું બહાર આવ્યું હતું. મુળ આરોપી રાજસ્થાનનો હોવાનું પોલીસે જણાવ્યું હતું. આરોપીએ આશસ્ત્રો ક્યાંથી મેળવ્યા તે અંગે રામોલ પોલીસ વધુ તપાસ કરી રહી છે.
અમદાવાદના રામોલમાં પિસ્ટલ અને રિવોલ્વર સાથે આરોપી ઝડપાયો

Recent Comments