fbpx
ગુજરાત

વલસાડમાં મોતીવાડમાં યુવતી પર દુષ્કર્મ કરનાર આરોપીની ધરપકડ કરવામાં આવી

ગુજરાતમાં દિવસે દિવસે ક્રાઈમની ઘટનાઓમાં વધારો થઈ રહ્યો છે.વલસાડના મોતીવાડમાં યુવતી પર રેપ વિથ મર્ડરનો મામલો બન્યો છે. ત્યારે વલસાડના પારડીના મોતીવાડામાં યુવતીના મોત અંગે ખુલાસો થયો છે. યુવતીની પીએમ રિપોર્ટમાં દુષ્કર્મ બાદ હત્યા થઈ હોવાનું ખુલ્યું છે. મૃતક યુવતીના શરીર પરથી ઈજાના નિશાન પણ મળી આવ્યા છે. જિલ્લા પોલીસવડા સહિત ટીમે ઘટના સ્થળ પર ગુજરાતમાં દિવસે દિવસે ક્રાઈમની ઘટનાઓમાં વધારો થઈ રહ્યો છે.વલસાડના મોતીવાડમાં યુવતી પર રેપ વિથ મર્ડરનો મામલો બન્યો છે.

ત્યારે વલસાડના પારડીના મોતીવાડામાં યુવતીના મોત અંગે ખુલાસો થયો છે. યુવતીની પીએમ રિપોર્ટમાં દુષ્કર્મ બાદ હત્યા થઈ હોવાનું ખુલ્યું છે. મૃતક યુવતીના શરીર પરથી ઈજાના નિશાન પણ મળી આવ્યા છે. જિલ્લા પોલીસવડા સહિત ટીમે ઘટના સ્થળ પર નિરીક્ષણ કર્યું છે. ઘટના સ્થળેથી બેગ, ચપંલ, પાણીની બોટલ, ચાદર પણ જપ્ત કરવામાં આવી છે. પોલીસની ૧૦થી વધુ ટીમે આંતરરાજ્ય તપાસ શરુ કરી છે.પોલીસે આરોપીની ધરપકડ કરી છે. પોલીસે તપાસ કરીને આરોપીનો ઈતિહાસ શોધ્યો, આરોપીએ કરેલી વધુ એક હત્યાનો ભેદ ઉકેલાયો, ડભોઇમાં ૮ જૂનના રોજ રેલવે સ્ટેશન પર યુવકને ઉતારી લૂંટના ઇરાદે યુવકની હત્યા કરી હતી. છેલ્લા ૨૫ દિવસમાં ૫ રેપ વિથ મર્ડરના ગુનાઓનો ખુલાસો થયો હતો. ડભોઇમાં કરેલી વધુ એક હત્યાની આરોપીએ કબુલાત કરી છે. અત્યાર સુધી ૬ હત્યાનો ભેદ ઉકેલાયો, આરોપી અત્યારે રિમાન્ડ હેઠળ છે. હજુ પણ અન્ય ગંભીર ગુનાઓના ભેદ ઉકેલવાની શક્યતા છે.

Follow Me:

Related Posts