અમરેલી

અમરેલી તાલુકા પંચાયતની ખેતીવાડી શાખા દ્વારા કૃષિ રાહત પેકેજની સહાય ચૂકવવા માટે રાત દિવસ પરિશ્રમ

તાજેતરમાં થયેલ કમોસમી વરસાદના પગલે અનેક ખેડૂતોને પાક નુકશાની થઈ હતી, જે અંતર્ગત ગુજરાત સરકાર દ્વારા સંવેદનશીલતા સાથે ઐતિહાસિક રૂ. ૧૦ હજાર કરોડનું રાહત પેકેજ જાહેર કર્યું છે. આ અન્વયે હાલ અરજી પ્રક્રિયા શરૂ છે.

અમરેલી તાલુકા પંચાયત હેઠળની ખેતીવાડી શાખા દ્વારા રાત દિવસ સતત કામગીરી કરવામાં આવી રહી છે. કામગીરી સત્વરે પૂર્ણ કરવા માટે ખેતીવાડી શાખાના અધિકારી- કર્મચારીઓ સતત પ્રયત્નશીલ રહીને ફરજરત છે. તેમ અમરેલી તાલુકા પંચાયત વિસ્તરણ અધિકારીશ્રી (ખેતી)ની એક યાદીમાં જણાવવામાં આવ્યુ છે.

Related Posts