અમરેલી

અમરેલી જિલ્લાની મતદાર યાદીમાં મતદારને જાણ વગર ત્રાહિય વ્યક્તિ દ્વારા મત કમીમાં ફોર્મ રજુ કરેલ સામે તપાસ અને લોકોનો મતદાન હક ના છીનવાઇ તે માટે અમરેલી કૉંગ્રેસ સમિતિ દ્વારા આવેદન પત્ર કલેકટરને આપ્યું

અમરેલી જિલ્લાની મતદાર યાદીમાં મતદારને જાણ વગર ત્રાહિય વ્યક્તિ દ્વારા મત કમીમાં ફોર્મ રજુ કરેલ સામે તપાસ અને લોકોનો.મતદાન હક ના છીનવાઇ તે માટે અમરેલી કૉંગ્રેસ સમિતિ દ્વારા આવેદન પત્ર કલેકટર શ્રી ને આપ્યું.

અમરેલી લોક સભા  વિસ્તારમાં ની ૫ વિધાનસભા વિસ્તારમાં ગુજરાત રાજ્ય ચૂંટણી પંચ દ્વારા જાહેર કરાયેલી મતદાર યાદી સુધારણા કાર્યક્રમ–૨૦૨૫ અંતર્ગત ફોર્મ નં. ૭ બાબતે ગંભીર અનિયમિતતાઓ અને લોકશાહી પ્રક્રિયાને નુકસાન પહોંચાડતી કાર્યવાહી સામે સ્થાનિક નાગરિકો અને કોંગ્રેસ કાર્યકરોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. 

ગુજરાત રાજ્યમાં મતદાર યાદીનો ડ્રાફ્ટ જાહેર થયા બાદ, ફોર્મ નં. ૭ દ્વારા નામ કાપવાની પ્રક્રિયામાં કાયદા અને ચૂંટણી પંચના સ્પષ્ટ નિયમોનું પાલન કરવામાં આવ્યું નથી. નિયમ મુજબ ફોર્મ નં. ૭ દાખલ થાય ત્યારે સંબંધિત મતદારોને વ્યક્તિગત નોટિસ આપવી, BLO દ્વારા સ્થળ પર ચકાસણી કરવી, આધારભૂત પુરાવા એકત્ર કરવાના રહે છે અને ત્યારબાદ જ ERO દ્વારા નિર્ણય લેવો જરૂરી છે. પરંતુ અહીં મોટા પ્રમાણમાં આ તમામ પ્રક્રિયાઓને અવગણીને એકતરફી રીતે નામ કાપવાની કાર્યવાહી કરવામાં આવી છે.

અમરેલી જિલ્લા કોંગ્રેસ સમીતિ એ આ ચિંતાજનક બાબત ને ધ્યાને લઈને  અનેક કેસોમાં મતદારોને કોઈ નોટિસ આપવામાં આવી નથી, BLO દ્વારા સ્થળ તપાસ કરવામાં આવી નથી તથા પુરાવા વિના ફોર્મ નં. ૭ મંજૂર કરવામાં આવ્યા છે. વધુમાં, છેલ્લાં દિવસોમાં રજાના દિવસોમાં પણ ફોર્મ નં. ૭ સ્વીકારવામાં આવ્યા હોવાની માહિતી સામે આવી છે, જે સંપૂર્ણપણે નિયમવિરુદ્ધ છે.

આ ઉપરાંત, જ્યાં ચૂંટણી કચેરીઓમાં CCTV કેમેરા લગાવેલા છે, ત્યાં પણ તેની ફૂટેજ સાચવી રાખવામાં આવી નથી કે રજૂ કરવામાં આવી નથી, જેથી સમગ્ર પ્રક્રિયાની પારદર્શિતા પર ગંભીર પ્રશ્નો ઊભા થાય છે. આ પ્રકારની કામગીરીથી મતદારોના બંધારણીય અધિકારોનું હનન થઈ રહ્યું છે અને લોકશાહી વ્યવસ્થાને નુકસાન પહોંચડવામાં આવી રહ્યું છે ત્યારે  પ્રતાપ દુધાત પ્રમુખશ્રી અમરેલી જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા તમામ વિધાનસભા નાં તાલુકા અને શહેર કોંગ્રેસ ના પ્રમુખશ્રીઓ અને કોંગ્રેસ આગેવાનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા અને પ્રતાપ દુધાત ની અધ્યક્ષતા એથી કલેકટર શ્રી અમરેલીને  માં આવેદનપત્ર પાઠવામાં આવેલ હતું જેમાં વલ્લભભાઈ ઝીઝુવાડીયા સંદીપભાઈ ધાનાણી, રફીકભાઈ મોગલ, રમેશભાઈ સાંગાણી, રમેશભાઈ ગોહિલ ટીકુભાઇ વરુ, સત્યમભાઈ મકાણી  હર્ષદભાઈ સુચક, હસમુખભાઈ બગડા, નાસીરભાઈ ચૌહાણ, રાજેભાઈ ચૌહાણ,ઓસાભાઈ પઠાણ  નારણભાઈ મકવાણા, દાનજીભાઈ ગાંગડીયા, મહેશભાઈ બોરીચા, રાજેશભાઈ ધીરુભાઈ વહાણી, વિજયભાઈ ઝાપડિયા પોપટભાઈ ગોરખીયા, ભાવેશભાઈ વિજયભાઈ કોગથીયા, એમ.સૈયદ જગદીશભાઈ તલાવીયા, હિતેશભાઈ માંજરીયા, રમેશભાઈ પરમાર, ખોડાભાઈ માલવિયા, રસિકભાઈ ગજેરા, જનકભાઈ દુધાત, નૈનેશભાઈ દુધાત રાવજીભાઈ પાનસુરીયા,પ્રભાતભાઈ સોલંકી  ગૌતમભાઈ વસાવા, અશોકભાઈ ગોંડળીયા, યુંનુશભાઈ કનુભાઈ ડોડીયા, અફજલભાઈ કાદરી ભાવેશભાઈ બગડા જીગ્નેશભાઈ ભરાડ, દેવચંદભાઈ દુધાત, જમાલભાઈ સરવૈયા વગેરે આગેવાનો જોડાયા હતા ફોર્મ નં. ૭ દ્વારા થયેલી તમામ કાર્યવાહીનું પુનઃતપાસ કરવામાં આવે.નિયમ વિરુદ્ધ રીતે નામ કાપવામાં આવ્યા હોય તે તમામ મતદારોના નામ તાત્કાલિક પુનઃસ્થાપિત કરવામાં આવે.સંબંધિત અધિકારીઓની જવાબદારી નક્કી કરી તેમની સામે કડક કાર્યવાહી કરવામાં આવે.મતદાર યાદી સુધારણા પ્રક્રિયા સંપૂર્ણપણે પારદર્શક અને કાયદા અનુસાર કરવામાં આવે.જો યોગ્ય કાર્યવાહી કરવામાં નહીં આવે તો, કોંગ્રેસ પક્ષ અને સ્થાનિક નાગરિકો લોકશાહી અધિકારોના રક્ષણ માટે ઉગ્ર આંદોલન કરવા મજબૂર બનશે, તેવી અંતમાં ્રતાપ દુધાત પ્રમુખશ્રી અમરેલી જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા ચિમકી ઉંચારવામાં આવેલ હતી

Related Posts