સાવરકુંડલા શહેરના વતની અને ભારતીય સેના આર્મીમાં જૂનીયર કમિશન ઓફિસર યોગેશ બળવંતરાય જાની દેશના જુદા જુદા રાજ્યો અને સરહદો ની 22 વર્ષ સુધી રક્ષા કરીને વયમર્યાદા થી નિવૃત થઈ પોતાના ઘરે સાવરકુંડલા પરત ફરતા અમરેલી જિલ્લા કોંગ્રેસ પરિવાર દ્વારા તેમની રાષ્ટ્ર સેવા બદલ ફુલહાર, શાલ ઓઢડી સન્માનિત કરવામાં આવ્યા હતા આતકે અમરેલી જીલ્લા કોંગ્રેસ પ્રમુખ અને સાવરકુંડલા લીલીયા વિધાનસભા ના પૂર્વ ધારાસભ્ય પ્રતાપભાઈ દુધાત, અમરેલી જીલ્લા કોંગ્રેસ સમિતિના ઉપપ્રમુખ હસુભાઈ સૂચક, જીલ્લા કોંગ્રેસ મહામંત્રી મહામંત્રી મહેશભાઈ જ્યાણી, સાવરકુંડલા નગરપાલિકા ના સદસ્ય હસુભાઈ બગડા, પૂર્વ સદસ્ય હિતેષભાઈ સરૈયા, ભુપતભાઈ ચુડાસમા, નગરપાલિકા પૂર્વપ્રમુખ વિપુલભાઈ ઉનાવા, સાવરકુંડલા તાલુકા પંચાયત ના પૂર્વ કારોબારી ચેરમેન અશ્વિનભાઇ ધામેલીયા, અમરેલી જીલ્લા પંચાયત ના પૂર્વ ઉપપ્રમુખ હાર્દિકભાઈ કાનાણી, સાવરકુંડલા શહેર કોંગ્રેસ મહામંત્રી હિતેષભાઇ જયાણી, કોંગ્રેસ અગ્રણી પ્રવીણભાઈ ચુડાસમા વગેરે કોંગ્રેસ અગ્રણીઓ દ્વારા આર્મી ઓફિસર યોગેશભાઈ જાની નું ફુલહાર અને શાલ પહેરવી ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.
સાવરકુંડલાના યુવાન ઓરડીનરી સુબેદાર માથી નિવૃત થતા અમરેલી જીલ્લા કોંગ્રેસ પરીવારે ભવ્ય સ્વાગત કરીને શુભેચ્છા પાઠવી

Recent Comments