ભાવનગર રેન્જ આઇ.જી.પી.શ્રી ગૌતમ પરમાર સાહેબ દ્રારા રેન્જના
જિલ્લાઓમાં જાણીતા ગુનેગારો અને અસામાજીક તત્વો અને ગેરકાયદેસર પ્રવૃતિ સાથે
સંકળાયેલ ઇસમો સામે પાસા અને તડીપારના કાયદા હેઠળ અટકાયતી પગલા લેવા
સુચના આપેલ હોય, અને અમરેલી પોલીસ અધિક્ષકશ્રી સંજય ખરાત સાહેબ નાઓએ
અમરેલી જિલ્લામાં અસામાજીક પ્રવૃતિ કરનાર ઇસમો ઉપર કડક હાથે કાર્યવાહી કરવા
તેમજ અમરેલી જિલ્લામાં ચોરી, લુંટ સહિતના મિલકત-સબંધી ગુન્હાઓ કરવાની ટેવ
વાળા ઇસમો, કે જે નાગરિકોની માલ- મિલ્કતની ચોરી કરતા હોય, આવા મિલકત
સબંધી ગુનાઓ આચરતા ભયજનક ઇસમો સામે કડક હાથે કાર્યવાહી કરવા અને આવા
ગુનેગારોને કાયદાનું ભાન થાય, તેમજ જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા સુદઢ બને તે
માટે પાસા-તડીપારના પ્રવર્તમાન કાયદાઓ હેઠળ કાર્યવાહી કરવા માર્ગદર્શન આપેલ
હોય, જે અન્વયે અમરેલી એલ.સી.બી. પોલીસ ઇન્સ.શ્રી વી.એમ.કોલાદરા નાઓએ
અમરેલી જિલ્લામાં મિલકત સબંધી ગુનાઓ આચરતો ઇસમ અક્ષય બચુભાઇ જોળીયા,
ઉ.વ.૨૫, રહે.દુધેરી ડોળીયા, તા.મહુવા, જિ.ભાવનગર હાલ રહે.પીપળવા, તા.ખાંભા,
જિ.અમરેલી વિરૂધ્ધ પુરાવાઓ એકઠાં કરી, પાસા દરખાસ્ત તૈયાર કરી, પોલીસ
અધિક્ષકશ્રી અમરેલીનાઓ મારફતે જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી, અમરેલીનાઓ તરફ મોકલી
આપેલ.
લોકોની માલ – મિલકત જેના કારણે જોખમમાં મુકામ શકે તેવા ઇસમની
સમાજ-વિરોધી પ્રવૃત્તિ પર અંકુશ લાવવાનું જરૂરી જણાતાં, અમરેલી જિલ્લા
મેજિસ્ટ્રેટશ્રી વિકલ્પ ભારદ્રાજ સાહેબનાઓએ ઉપરોકત ઇસમ વિરૂધ્ધ પાસાનું વોરંટ
ઇસ્યું કરતાં, અમરેલી પોલીસ અધિક્ષકશ્રી સંજય ખરાત સાહેબનાઓની સુચના મુજબ
અમરેલી એલ.સી.બી. પોલીસ ઇન્સ.શ્રી વી.એમ.કોલાદરા તથા એલ.સી.બી. ટીમ દ્વારા
અક્ષય બચુભાઇ જોળીયાને પાસા વોરંટની બજવણી કરી, મહેસાણા જિલ્લા જેલ,
જિ.મહેસાણા ખાતે અટકાયતમાં રહેવા મોકલી આપેલ છે.
પાસા અટકાયતી અક્ષય બચુભાઇ જોળીયા નો ગુનાહિત ઇતિહાસઃ-
(૧) ખાંભા પો.સ્ટે. ગુ.ર.નં.૧૧૧૯૩૦૨૭૨૫૦૧૬૦/૨૦૨૫, બી.એન.એસ. કલમ
૩૦૩(૨).
(૨) ખાંભા પો.સ્ટે. ગુ.ર.નં.૧૧૧૯૩૦૨૭૨૫૦૧૬૧/૨૦૨૫, બી.એન.એસ. કલમ
૩૦૫(એ), ૩૩૧(૩).
(૩) ખાંભા પો.સ્ટે. ગુ.ર.નં.૧૧૧૯૩૦૨૭૨૫૦૧૬૨/૨૦૨૫, બી.એન.એસ. કલમ
૩૦૫(એ), ૩૩૧(૪).
આમ, ગુનાઓ આચરતા ઇસમ સામે પાસા હેઠળ કાર્યવાહી કરી, જેલ હવાલે
કરી, અસામાજિક પ્રવૃતિ કરતા ઇસમો સામે ચેતવણીરૂપ કામગીરી કરેલ છે.
આ કામગીરી અમરેલી પોલીસ અધિક્ષકશ્રી સંજય ખરાત સાહેબ નાઓની
સુચના અને માર્ગદર્શન હેઠળ અમરેલી એલ.સી.બી. પોલીસ ઇન્સ.શ્રી વી.એમ.કોલાદરા
તથા હેડ કોન્સ. તુષારભાઇ પાંચાણી તથા પો.કોન્સ. રમેશભાઇ સીસારા, શિવરાજભાઇ
વાળા, ભાવિનગીરી ગૌસ્વામી તથા વુ.પો.કોન્સ. રીનાબેન ધોળકીયા, ધ્રુવિનાબેન સુરાણી
દ્વારા કરવામાં આવેલ છે.
Recent Comments