બાંગ્લાદેશ સરકારે ઇસ્કોનને ધાર્મિક કટ્ટરવાદી સંગઠન જાહેર કર્યું
બાંગ્લાદેશ સરકારનો મુખ્ય એજન્ડા ઃ ઈસ્કોન પર ટૂંક સમયમાં પ્રતિબંધ મુકવામાં આવશે કોર્ટે તેમને ઇસ્કોન પર સરકારના વલણ અને દેશની વર્તમાન પરિસ્થિતિની રૂપરેખા રજૂ કરવાનો નિર્દેશ આપ્યો પાડોશી દેશ બાંગ્લાદેશ હાલમાં ભારે અશાંતિમાંથી પસાર થઈ રહ્યો છે. હિંદુઓ પર હુમલા અને ધાર્મિક નેતા ચિન્મય પ્રભુની ધરપકડ બાદ ઈસ્કોન પર પ્રતિબંધ લગાવવાની તૈયારીઓ થઈ રહી છે. આ મામલે હાઈકોર્ટમાં પિટિશન દાખલ કરવામાં આવી છે. દરમિયાન, બાંગ્લાદેશ સરકારે ઇસ્કોનને ધાર્મિક કટ્ટરવાદી સંગઠન જાહેર કર્યું છે.
બાંગ્લાદેશના એટર્ની જનરલે હાઈકોર્ટમાં કહયું કે આ સરકારનો મુખ્ય એજન્ડા છે અને તેના માટે જરૂરી તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. મતલબ કે ઈસ્કોન પર ટૂંક સમયમાં પ્રતિબંધ મુકવામાં આવશે. એટર્ની જનરલે કોર્ટને કહયું કે ઈસ્કોન એક ધાર્મિક કટ્ટરવાદી સંગઠન છે. આના પર, કોર્ટે તેમને ઇસ્કોન પર સરકારના વલણ અને દેશની વર્તમાન પરિસ્થિતિની રૂપરેખા રજૂ કરવાનો નિર્દેશ આપ્યો. કોર્ટે સરકારને એલર્ટ રહેવા કહયું છે જેથી દેશમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ બગડે નહીં. આ અંગે હાઈકોર્ટના જસ્ટિસ ફરાહ મહેબૂબ અને જસ્ટિસ દેબાશીષ રોયની બેંચે જણાવ્યું હતું કે અગાઉ એક વકીલે ઈસ્કોન પર પ્રતિબંધ મૂકવા માટે અરજી કરી હતી
અને ચિટગાંવમાં વકીલ સૈફુલ આલમની હત્યા સહિતની સમગ્ર પરિસ્થિતિ કોર્ટના ધ્યાન પર લાવી હતી. . તેના પર કોર્ટે હવે સરકારને પૂછયું છે કે ઈસ્કોન સંસ્થા શું છે? તે કયાંથી આવ્યું? તેના પર એટર્ની જનરલે કહ્યું કે તે કોઈ રાજકીય પક્ષ નથી પરંતુ ધાર્મિક કટ્ટરવાદી સંગઠન છે. તમને જણાવી દઈએ કે થોડા દિવસો પહેલા તેમણે બંધારણમાંથી ધર્મનિરપેક્ષતા શબ્દ હટાવવાની માંગ કરી હતી. તમને જણાવી દઈએ કે બાંગ્લાદેશની લો એન્ફોર્સમેન્ટ એજન્સીએ ૨૫ નવેમ્બરના રોજ રાજદ્રોહના આરોપમાં ચિન્મય કળષ્ણ દાસની ધરપકડ કરી હતી. બાંગ્લાદેશની કોર્ટે મંગળવારે તેને જામીન આપ્યા ન હતા અને તેને જેલમાં મોકલી દીધો હતો. આ પછી ચિન્મય દાસના સમર્થકો રસ્તા પર ઉતરી આવ્યા અને હિંસક દેખાવો શરૂ કર્યા. સુરક્ષાકર્મીઓ સાથેની અથડામણ દરમિયાન પત્રકારો સહિત ઓછામાં ઓછા ૧૦ લોકો ઘાયલ થયા હતા.
Recent Comments