ગુજરાત સરકારશ્રીના રમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ, ગાંધીનગરના કમિશનરશ્રી, યુવક સેવા અને સાંસ્કૃતિક
પ્રવૃતિઓ, ગાંધીનગર દ્વારા રાજ્યના સાંસ્કૃતિક વારસાનું જતન થાય તેમજ પરંપરાગત લોકસંસ્કૃતિનો કલા વારસો લોકો સુધી પહોંચાડવા માટે
ગુજરાતના અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ સિવાયનાં ૨૯ જીલ્લા મથક ખાતે ગણપતિ ઉત્સવ દરમ્યાન શહેરમાં બનાવવામાં આવતા
વિવિધ ગણેશ પંડાલમાંથી બેસ્ટ ઓફ થ્રી તેમજ ૫(પાંચ) આશ્વાસનની પસંદગી કરી તેઓને રોકડ પુરસ્કાર આપવામાં આવશે.
જેમાં ગણેશ પંડાલનાં મંડપ શણગાર, સામાજિક સંદેશ, ગણેશ પ્રતિમાની પસંદગી( ઇકો ફેન્ડલી),ઓપરેશન સિન્દૂર – દેશ ભક્તિ,
સ્વદેશી, પંડાલ સ્થળની પસંદગી (ટ્રાફિક કે આસપાસનાં લોકોને અડચણ રૂપનાં થાય), સ્થાનિક વહીવટી તંત્રની મંજૂરી અને ગણેશ પંડાલ
તરફથી કરવામાં આવનાર પ્રવૃતિઓને ધ્યાનમાં રાખી જિલ્લામાંથી સ્થાનિક મૂલ્યાંકન સમિતિ દ્વારા એક શ્રેષ્ઠ પંડાલની પસંદગી કરી તેના ફોટા-
વિડીયો તેમજ અન્ય જરૂરી વિગતો કમિશનરશ્રી, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ,ગાંધીનગરને મોકલવામાં આવશે.
કમિશનરશ્રી, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ,ગાંધીનગર ખાતે રાજ્યનાં ૨૯ જિલ્લાઓમાંથી પસંદગી પામેલ પંડાલોમાંથી શ્રેષ્ઠ ૩
(ત્રણ) વિજેતા તેમજ અન્ય ૫(પાંચ)ને પ્રોત્સાહક પુરસ્કાર આપવાનું નક્કી કરવામાં આવશે.
પસંદગી પામેલ ૧ થી ૩ ક્રમે આવેલ ગણેશ પંડાલનાં વિજેતાઓને ગુજરાત સરકાર તરફથી પ્રથમ ક્રમે વિજેતાને રૂ.૫,૦૦,૦૦૦/-(
પાંચ લાખ પુરા) દ્રિતીય ક્રમે વિજેતાને રૂ.૩,૦૦,૦૦૦/- ( ત્રણ લાખ પુરા) અને તૃતીય ક્રમે વિજેતાને રૂ. ૧,૫૦,૦૦૦/- ( એક લાખ પચાસ
હજાર પુરા) રોકડ પુરસ્કાર આપવામાં આવશે.તેમજ અન્ય પાંચ ગણેશ પંડાલને પ્રોત્સાહન પેટે દરેકને રૂ.૧,૦૦,૦૦0/- રોકડ પુરસ્કાર આપવામાં
આવશે.
આ શ્રેષ્ઠ શ્રી ગણેશ પંડાલ પ્રતિયોગીતામાં ભાગ લેવા માટેનાં ફોર્મ કચેરીના બ્લોગ એડ્રેસ-dydovr.blogspot.com પરથી મેળવી
તા.૨૮/૦૮/૨૦૨૫ બપોરે ૧૨:૦૦ કલાક સુધીમાં જીલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓની કચેરી, જી-૧/૨, એનેક્ષી બિલ્ડીંગ, બહુમાળી
ભવન, ભાવનગર ખાતે પરત મોકલી આપવાના રહેશે. સમય મર્યાદા બાદ ફોર્મ માન્ય રહેશે નહિ.તેમ ભાવનગર જિલ્લા યુવા વિકાસ
અધિકારીશ્રીની અખબારી યાદીમાં જણાવ્યું છે.
વિવિધ ગણેશ પંડાલમાંથી બેસ્ટ ઓફ થ્રી તેમજ પાંચ આશ્વાસનની પસંદગી કરી તેઓને રોકડ પુરસ્કારઆપવામાં આવશે

Recent Comments