· નામની ઘેલછા અને ઇતિહાસ બદલવા નીકળેલા ભાજપના લોકોએ ઐતિહાસિક માધુપાવડીયા ઘાટનું નામ બદલીને હીરાબા સરોવર કર્યું તે હિન્દુ સંસ્કૃતિનું અપમાન છે : શ્રી અમિત ચાવડા
· ભાજપની ડબલ એન્જિન સરકારમાં પાટણના કાકોશી વિસ્તારના ખેડૂતો સિંચાઈથી વંચિત,વિકાસની વાત ફક્ત કાગળ પર : શ્રી અમિત ચાવડા
· સ્થાનિક રોજગારીના અભાવે યુવાનો નશાના રવાડે ચડી રહ્યા છે : શ્રી અમિત ચાવડા
· ખેડૂતોના ખાતરના ધાંધિયા વચ્ચે ભાજપના મળતીયા ખાતરની કાળાબજારી કરે છે : શ્રી અમિત ચાવડા
· ગુજરાતમાં જનતા નહીં પરંતુ અધિકાર રાજ ચાલે છે : ડૉ. તુષારભાઈ ચૌધરી
જન આક્રોશ યાત્રાના દસમા દિવસની શરૂઆત સિદ્ધપુર તાલુકાના બિલિયા ગામેથી શરૂ કરવામાં આવી જે બાદ યાત્રા લાલપુર, સિદ્ધપુર, ગોગલાસણ, ઉમરું, કાકોશી, મેત્રાણા, કુંવારા, લવારા, કલ્યાણા, દશાવાડા, નિદ્રોડા, વડુ, ચારુપ, નાયતા, કાંસા માર્ગે પાટણ તરફ આગળ વધી યાત્રા દરમ્યાન રસ્તામાં સ્થાનિકોએ ઠેરઠેર યાત્રાનું ભવ્ય સ્વાગત કર્યું.
આ પ્રસંગે શ્રી અમિતભાઈ ચાવડાએ જણાવ્યું કે સરસ્વતી નદીના કિનારે આવેલો ઐતિહાસિક માધુપાવડિયા ઘાટ સદીઓની આસ્થા અને ઇતિહાસનું પ્રતિક છે.પરંતુ સત્તામાં બેઠેલ લોકોએ આ ઘાટનું નામ બદલી હીરાબા સરોવર રાખીને નવી તકતી લગાવીને સમગ્ર ઇતિહાસને ભૂંસવાનો પ્રયત્ન કર્યો અને જો સરકાર આ રીતે જ લોકોની આસ્થાનું અપમાન કરતી રહેશે તો આગામી સમયમાં નાગરિકોને આ રાજકીય તકતીઓ ઉખાડતાં સમય નહીં લાગે.
વધુમાં ભાજપના રાજમાં ગૌચરની જમીનો તેમના મળતીયાઓ દ્વારા પડાવી લેવામાં આવી છે ભાજપના નેતાઓ જિલ્લામાં શિક્ષણનું વેપારિકરણ કરી રહ્યા છે પ્રાઇવેટ કોલેજો અને સ્કૂલો ચલાવી રહ્યા છે જ્યાં મસમોટી ફી વસુલવામાં આવી રહી છે રોડ રસ્તાઓની ખરાબ હાલત છે જિલ્લામાં રોજગારી ન મળતા યુવાઓને પોતાના ઘર છોડીને મોટા શહેરોમાં જવા મજબુર થવું પડી રહ્યું છે 3 દશકથી સત્તામાં હોવા છતાં હજુ સુધી જિલ્લામાં લોકોને પીવાના પાણીની સમસ્યા છે સિંચાઈ માટે પાણીની સમસ્યા છે કુદરતી આફતોમાં ખેડૂતોને સરકાર દ્વારા યોગ્ય વળતર નથી આપવામાં આવતું.
વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા ડૉ. તુષારભાઈ ચૌધરીએ જણાવ્યું કે જ્યારે દેશમાં કોંગ્રેસનું શાસન હતું ત્યારે કોંગ્રેસે ખેડૂતોને ક્યારેય દેવાદાર નથી થવા દીધા કોંગ્રેસે ખેડૂતોના દેવા માફ કર્યા કોંગ્રેસમાં રાજમાં ખેડૂતો, ખેતમજૂરો, મધ્યમવર્ગના લોકો સુખી હતા જ્યારે હાલની સરકારના નાનાથી લઈને મોટા એક પણ વર્ગના લોકો સુખી નથી કારણ કે હાલમાં જનતાનું નહિ પણ અધિકારીઓનું રાજ છે એટલા માટે આવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે.
આ પ્રસંગે વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા ડૉ. તુષારભાઈ ચૌધરી, સહપ્રભારી સુભાષિની યાદવ, AICC મીડિયા&પબ્લિસિટી વિભાગના ચેરમેન શ્રી પવન ખેરા, પાટણના ધારાસભ્ય શ્રી કિરીટભાઈ પટેલ, વડગામ ધારાસભ્ય શ્રી જીગ્નેશ મેવાણી, પાટણ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ શ્રી ગેમરભાઈ દેસાઈ, પૂર્વ ધારાસભ્ય શ્રી ચંદનજી ઠાકોર, વરિષ્ઠ આગેવાનો તેમજ મોટી સંખ્યામાં સ્થાનિક લોકો જોડાયા.



















Recent Comments