ગુજરાત

રાહુલ ગાંધી ‘ભારત જાેડો યાત્રા’માં પિગી બેંક રજૂ કરનાર વેપારીની લાશ મળી

મધ્યપ્રદેશના સિહોરમાં રાહુલ ગાંધીની ન્યાયયાત્રામાં પીગી બેંક આપનારની ઈડ્ઢ દ્વારા રેડ કરાઈ હતી, જેથી ઈડ્ઢ એ મનોજની ધરપકડ કરી હતી. તેથી મનોજે ડરીને પગલું ભર્યું હોવાનું ચર્ચાયું છે. મધ્યપ્રદેશ ના સિહોર જિલ્લાના આષ્ટામાં શુક્રવારે સવારે જ્યારે વેપારી મનોજ પરમાર અને તેની પત્ની નેહાની લાશ તેમના ઘરમાં લટકતી હાલતમાં મળી આવી ત્યારે વિસ્તારમાં હંગામો મચી ગયો હતો. મીડિયા રિપોર્ટ્‌સ અનુસાર એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે ૫ ડિસેમ્બરે મનોજના ઈન્દોર અને સિહોર માં ચાર સ્થળો પર દરોડા પાડ્યા હતા. દરોડા દરમિયાન, ઈડ્ઢએ અહીંથી ઘણી જંગમ, સ્થાવર અને બેનામી સંપત્તિના દસ્તાવેજાે જપ્ત કર્યા હતા. આ ઉપરાંત રૂ. ૩.૫ લાખનું બેંક બેલેન્સ પણ ફ્રીઝ કરવામાં આવ્યું હતું.

ઈડ્ઢ એ મનોજની ધરપકડ કરી હતી. સાંસદ રાહુલ ગાંધીને પિગી બેંક રજૂ કરી હતી તમને જણાવી દઈએ કે મનોજ પરમારે ન્યાય યાત્રા દરમિયાન કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધી ને પિગી બેંક ગિફ્ટ કરી હતી. ત્યારથી તે સમાચારોમાં છવાયેલો રહ્યો. કોંગ્રેસે આરોપ લગાવ્યો છે કે આ ઘટના બાદથી તે બીજેપી ના નિશાના પર છે. મનોજના મોટા પુત્ર જતિનનું કહેવું છે કે ‘ઇડી ના લોકોએ માનસિક દબાણ બનાવ્યું હતું. જેના કારણે માતા-પિતાએ આત્મહત્યા કરી છે.’ મનોજના ભાઈ રાજેશ પરમાર નું કહેવું છે કે મનોજ ઈડ્ઢ ના માનસિક દબાણમાં હતો. આ કાર્યવાહી થાય તે પહેલા જ તે આ કારણે નારાજ હતો. કોંગ્રેસે ભાજપ પર આરોપ લગાવ્યો આ બાબતે સિહોર કોંગ્રેસના પૂર્વ જિલ્લા પ્રમુખ કૈલાશ પરમાર કહે છે કે, મનોજ પરમારના પુત્રએ રાહુલ ગાંધીની ભારત જાેડો યાત્રામાં પિગી બેંકની ટીમ બનાવીને મદદ કરી હતી, ત્યારથી તે ભાજપની નજરમાં હતો. થોડા દિવસો પહેલા મનોજના પરિવારજનો ઈડ્ઢના દરોડાથી માનસિક રીતે પરેશાન હતા, જેના કારણે તેમણે આત્મહત્યા જેવું પગલું ભરવું પડ્યું હતું.

Related Posts