fbpx
ભાવનગર

તળાજાના મીઠી વીરડી ગામે દરિયા કિનારાથી અંદાજીત ૧૫૦ મીટર દરિયામાં સિંહનો મૃતદેહ મળી આવ્યો

વન્યજીવ રેન્જ, તળાજાના સ્ટાફને તા. ૨૪મી ડિસેમ્બર-૨૦૨૪ના રોજ પેટ્રોલિંગ દરમ્યાન ઉમરાળા રાઉન્ડની માથવડા બીટના મીઠી વીરડી ગામનાં દરિયા કિનારાથી અંદાજીત ૧૫૦ મીટર દરિયામાં વન્યપ્રાણી સિંહ નર ઉ.વ. અંદાજીત ૯ થી ૧૨ વર્ષનો મૃતદેહ મળી આવેલ હતો. સિંહના મળી આવેલ મૃતદેહ વિસ્તારની સંપૂર્ણ તપાસ અને સ્કેનિંગ બાદ સ્થળની નજીક કોઈ શંકાસ્પદ વસ્તુઓ કે અવશેષો/ચિન્હ મળી આવ્યાં ન હતા. ત્યારબાદ સિંહના મૃતદેહને પોસ્ટમોર્ટમ પરીક્ષણ માટે એનિમલ કેર સેન્ટર, ગેબર ખાતે ખસેડવામાં આવેલ અને વેટેનરી ઓફિસરો દ્વારા પેનલ પોસ્ટમોર્ટમ કર્યા બાદ વેટેનરી ઓફિસરો દ્વારા પ્રાથમિક તારણ પાણીમાં ડૂબી જવાથી સિંહનું મૃત્યુ થયેલ હોવાનું જણાવ્યુ છે. વધુ તપાસ અર્થે મૃત્યુ થયેલ વન્યપ્રાણીનાં સેમ્પલ એફ.એસ.એલ.માં મોકલવામાં આવ્યાં છે. જેની જાણ તમામ સિંહ પ્રેમીઓ તેમજ જાહેર જનતાને થવા શેત્રુંજી વન્યજીવ વિભાગના નાયબ વન સંરક્ષકશ્રીની અખબારી યાદીમાં જણાવાયું છે.

Follow Me:

Related Posts