ભાવનગર

ભાવનગર ખાતે જિલ્લા કલેકટર ડૉ.મનીષ કુમાર બંસલ લિખિત “માય ડિપ્રેશન ડાયરી” પુસ્તકનું વિમોચન કરાયું

ભાવનગર શહેરના યશવંતરાવ નાટ્યગૃહ ખાતે જિલ્લા કલેકટરશ્રી શ્રી ડૉ. મનીષ કુમાર બંસલ લિખિત “માય
ડિપ્રેશન ડાયરી” પુસ્તકનો લોકાર્પણ સમારોહ યોજાયો હતો.
જેમાં મોટીવેશનલ સ્પીકર શ્રી નેહલબેન ગઢવી અને ડૉ‌.નિમિત ઓઝાએ વાર્તાલાપ સંવાદના માધ્યમથી
‘માય ડિપ્રેશન ડાયરી’ નો ઉદ્દેશ સહિતના વિવિધ પાસાઓની વિસ્તારપૂર્વકની ચર્ચા કરી નિખાલસપણે વાત મુકવાનો
પ્રયાસ કર્યો હતો.
આ અવસરે જિલ્લા કલેકટરશ્રી ડૉ‌. મનીષકુમાર બંસલે પોતાના જૂના સંસ્મરણો વાગોળતા કહ્યું કે, હું મૂળ
વતની રાજસ્થાનનો છું, પરંતુ ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં કામ કરવાની જે તક મળી તેનું ગૌરવ છે, કલા અને
સાહિત્યનગરી એવા આ ભાવસભર ભાવેણામાં કામ કરવાનો અનેરો આનંદ આવે છે તેમ જણાવી થેક્યુ ભાવનગર કહી
આભાર વ્યક્ત કર્યો હતો.

કલેકટરશ્રીએ કહ્યું કે, ડિપ્રેશન એ સામાન્ય બિમારી છે તમે જે કંઈ કામ કરો તે અવેરનેસ સાથે કરો તો તેમાં
ખરો આનંદ આવશે. પોતાની વાત કરતાં તેમણે કહ્યું કે, સિવિલ સર્વિસમાં પસંદ થયા પહેલાં કોલેજકાળ દરમિયાન
તેઓ ડિપ્રેશનનો શિકાર બન્યા હતા, પરંતુ ધીમે ધીમે ડિપ્રેશનમાંથી બહાર આવીને ઉચ્ચ શિક્ષણ લીધું, સિવિલ
સર્વિસમાં જવા માટે આધ્યાત્મિક માર્ગ પસંદ કર્યો અને એમાં સફળતા મળી, તેમણે ઉમેર્યું કે, જિંદગીમાં તમે જ્યારે
આગળ વધતા હો ત્યારે તમારે અનેક ચઢાવ-ઉતારનો સામનો કરવો પડતો હોય છે. હાલના સંજોગોમાં લોકો
ડિપ્રેશનનો શિકાર બનતા હોય છે, પરંતુ કોઈપણ જાતની ચિંતા કર્યા વગર તમે પ્રયાસ કરો તો ગમે તેવી
મુશ્કેલીમાંથી બહાર આવી શકાય છે, તે અંગેનો એક સબળ સંદેશ “માય ડિપ્રેશન ડાયરી”માં આપવાનો પ્રયાસ
કરવામાં આવ્યો છે. તેમણે આ પુસ્તકમાં અનુભવની યાત્રા વિશેની વાત કરી છે. ખાસ વાત એ છે કે, તેમાં બધી
ઘટનાઓનો ઉલ્લેખ સંપૂર્ણ સત્યતા સાથે કરવામાં આવ્યો છે. ડિપ્રેશન અને માનસિક બિમારીઓ સામેની જાગૃતિ માટે
લેખક-કલેક્ટરશ્રીનો આ પ્રયાસ મદદરૂપ થશે. જેઓ પોતાની માનસિક બિમારી છુપાવે છે, તેમને વારંવાર પીડા સહન
કરવી પડે છે કારણ કે, તેઓ મૂળ પર કામ કરતા નથી અને ફક્ત લક્ષણો પર કામ કરે છે. આ બુક અનેક લોકો માટે
પ્રેરણાદાયી બની રહેશે તેવો આશાવાદ કલેકટરશ્રીએ વ્યક્ત કર્યો હતો.
અત્રે નોંધનીય છે કે, જિલ્લા કલેકટરશ્રી ડૉ. મનીષ કુમાર બંસલે લખેલી આ બુક પ્રશંસાને પાત્ર બની છે.
રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે પણ આ બુકની સરાહના કરી છે‌.
આ વેળાએ લોકોએ જિલ્લા કલેકટરશ્રીને ડિપ્રેશન, પોતાની કારકિર્દી અંગે પ્રશ્નો પૂછી જરૂરી માર્ગદર્શન મેળવ્યું
હતું‌.
આ પ્રસંગે ભાવનગર શહેરના રાજવી પરિવારના શ્રી યુવરાજ જયવીરરાજસિંહ ગોહિલ, જિલ્લા વિકાસ
અધિકારી શ્રી હનુલ ચૌધરી, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન શ્રી રાજુભાઇ રાબડીયા, ભાવનગર ઝોનના પ્રાદેશિક કમિશનર
શ્રી ધવલ પંડ્યા, નિવાસી અધિક કલેકટર શ્રી એન. ડી. ગોવાણી, અગ્રણી શ્રી દિગ્વિજયસિંહ ગોહિલ, જિલ્લાના
અધિકારીઓ-પદાધિકારીઓ, જિલ્લા કલેકટરશ્રીનો પરિવાર સહિત મોટી સંખ્યામાં ભાવેણાના નગરજનો ઉપસ્થિત
રહ્યા હતા.

Related Posts