અમરેલી

નીલ કમલ ટ્રાવેલ્સ ની લીલીયા થી સુરત જતી બસ ઉમરડા – લીમડા વચ્ચે પલ્ટી  ૪૫-૫૦ ઈજાગ્રસ્તો ને દામનગર સિવિલ ખાતે લવતા અસંખ્ય યુવાનો સેવા માટે લાઈનો લગાવી વધુ ઈજાગ્રસ્તો ને ૧૦૮ મારફતે અમરેલી સિવિલ ખસેડાયા હતા

દામનગર નજીક ઉમરડા -લીમડા ખાતે ખાનગી નીલકમલ  ટ્રાવેલ્સ ની બસ પલ્ટી જતા ૪૫-૫૦ ને ઇજા ઈજાગ્રસ્તો ને દામનગર સિવિલ લાવવા માં આવ્યા વધુ ઈજાગ્રસ્તો ને અમરેલી સહિત મોટી હોસ્પિટલ માં ખસેડવા માં આવ્યા બસ પલ્ટી ગયા નાં સમાચાર થી મોટી સંખ્યા માં સેવાભાવી યુવાનો સિવિલ હોસ્પિટલે દોડી ગયા અને ઈજાગ્રસ્તો ને જરૂરી મદદ માટે લાઈનો લગાવી પ્રાથમિક સારવાર માટે એમન્યુલન્સ માંથી ઈજાગ્રસ્તો ને ઉતારવા ચડાવવા પાટા પીંડી ટાંકા સારવાર માં અનેક યુવાનો સતત ખડેપગે ઊભા રહી મદદ કરી માનવતા મહેકાવી હતી 

નીલકમલ ખાનગી ટ્રાવેલ્સ ની બસ પલ્ટી જતાં તેમાં મોટા ભાગ માં મુસાફરો લીલીયા દામનગર નાં ગ્રામ્ય વિસ્તારો માંથી સુરત તરફ જઈ રહ્યા હતા દામનગર થી ઉમરડા લીમડા વચ્ચે બસ પલટી હોવા ની વિગત જાણવા મળેલ છે અતિ ગભિર ઈજાગ્રસ્તો ને દામનગર સિવિલ માં પ્રાથમિક સારવાર બાદ ૧૦૮ મારફતે અમરેલી સહિત મોટી હોસ્પિટલો માં રિફર કરવા માં આવી રહ્યા છે બસ પલ્ટી ગયા ની વાત થી ખૂબ મોટી સંખ્યા માં લોકો સિવિલ હોસ્પિટલે ઇજગસ્તો ની મદદ આવી પહોંચ્યા હતા

Related Posts