આ ર્નિણયથી ૫ કરોડ શેરડીના ખેડૂતો અને તેમના આશ્રિતોને તેમજ ખાંડ મિલોમાં કામ કરતા ૫ લાખ કામદારો અને સંબંધિત આનુષંગિક પ્રવૃત્તિઓને લાભ થશે
શેરડીના ખેડૂતો (ગન્ના કિસાન)ના હિતને ધ્યાનમાં રાખીને, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતા હેઠળની આર્થિક બાબતોની કેબિનેટ સમિતિએ ખાંડની સીઝન ૨૦૨૫-૨૬ (ઓક્ટોબર -સપ્ટેમ્બર) માટે શેરડીના વાજબી અને વળતરદાયક ભાવ (એફઆરપી)ને ૧૦.૨૫ ટકાના મૂળભૂત રિકવરી રેટ માટે રૂ. ૩૫૫ / ક્વિન્ચલના દરે મંજૂરી આપી છે, જે ૧૦.૨૫% થી વધુની રિકવરીમાં દરેક ૦.૧% ના વધારા માટે રૂ. ૩.૪૬ / ક્વિન્ચલ પ્રીમિયમ પ્રદાન કરે છે, જે ૧૦.૨૫% થી વધુની રિકવરીમાં દરેક ૦.૧% ના વધારા માટે પ્રીમિયમ પ્રદાન કરે છે અને રિકવરીમાં દર ૦.૧ ટકાના ઘટાડા માટે એફઆરપીમાં રૂ.૩.૪૬/ક્વિન્ચલનો ઘટાડો કરવામાં આવ્યો છે.
જાે કે શેરડીના ખેડૂતોના હિતોનું રક્ષણ કરવાના હેતુથી સરકારે એ પણ ર્નિણય કર્યો છે કે ખાંડની મિલોના કિસ્સામાં જ્યાં રિકવરી ૯.૫ ટકાથી ઓછી હોય તેવા કિસ્સામાં કોઈ કપાત કરવામાં આવશે નહીં. આવા ખેડૂતોને આગામી ખાંડની ઋતુ ૨૦૨૫-૨૬માં શેરડી માટે ૩૨૯.૦૫ રૂપિયા પ્રતિ ક્વિન્ટલ મળશે.
ખાંડની સિઝન ૨૦૨૫-૨૬ માટે શેરડીનો ઉત્પાદન ખર્ચ (એ૨ +એફએલ) રૂ.૧૭૩/ક્યુટીએલ છે. ૧૦.૨૫ ટકાના રિકવરી રેટ પર રૂ.૩૫૫/ક્યુટીએલની આ એફઆરપી ઉત્પાદન ખર્ચ કરતાં ૧૦૫.૨ ટકા વધારે છે. ખાંડની સીઝન ૨૦૨૫-૨૬ માટે એફઆરપી વર્તમાન ખાંડની સીઝન ૨૦૨૪-૨૫ની તુલનામાં ૪.૪૧ ટકા વધારે છે.
મંજૂર કરાયેલી એફઆરપી ખાંડની મિલો દ્વારા ખાંડની સિઝન ૨૦૨૫-૨૬ (૧ ઓક્ટોબર, ૨૦૨૫થી શરૂ કરીને) ખેડૂતો પાસેથી શેરડીની ખરીદી માટે લાગુ પડશે. ખાંડ ક્ષેત્ર એક મહત્વપૂર્ણ કૃષિ-આધારિત ક્ષેત્ર છે, જે આશરે ૫ કરોડ શેરડીના ખેડૂતો અને તેમના આશ્રિતો અને ખાંડ મિલોમાં પ્રત્યક્ષ રીતે કાર્યરત આશરે ૫ લાખ કામદારોની આજીવિકાને અસર કરે છે, આ ઉપરાંત ખેત મજૂરી અને પરિવહન સહિત વિવિધ આનુષંગિક પ્રવૃત્તિઓમાં કામ કરતા લોકો પણ છે.
મંત્રીમંડળે વર્ષ ૨૦૨૫-૨૬ માટે શેરડીનાં ખેડૂતોને ખાંડની મિલો દ્વારા ચુકવવામાં આવતી શેરડીની વાજબી અને વળતરદાયક કિંમતને મંજૂરી આપી

Recent Comments