IPS ગુરજિંદર પાલ સિંહની ફરજિયાત નિવૃત્તિ રદ કરવાનો મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો
છત્તીસગઢના ૈંઁજી ગુરજિન્દર પાલ સિંહ કેસમાં સુપ્રીમ કોર્ટે કેન્દ્રસરકારની અરજી ફગાવી છત્તીસગઢના ૈંઁજી ગુરજિંદર પાલ સિંહની ફરજિયાત નિવૃત્તિ રદ કરવાનો મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો હતો. આ મામલે કેન્દ્ર સરકારને સુપ્રીમ કોર્ટ તરફથી મોટો ઝટકો લાગ્યો છે. હાઇકોર્ટે ફરજીયાત નિવૃત્તિ રદ કરી હતી તેની સામે કેન્દ્ર સરકાર સુપ્રીમ કોર્ટમાં ગઈ હતી. પરંતુ સુપ્રીમ કોર્ટે કેન્દ્રની અરજી ફગાવી દીધી હતી. જસ્ટિસ હૃષિકેશ રોય અને જસ્ટિસ એસવીએન ભાટીની ખંડપીઠે અરજી ફગાવી દેવાનો આદેશ આપ્યો છે. વાસ્તવમાં ગુરજિન્દર પાલ સિંહ ભ્રષ્ટાચાર, ખંડણી અને દેશદ્રોહના આરોપોનો સામનો કરી રહ્યા છે. તેમની ફરજિયાત નિવૃત્તિ રદ કરવાનો ર્નિણય અગાઉ સેન્ટ્રલ એડમિનિસ્ટ્રેટિવ ટ્રિબ્યુનલ દ્વારા આપવામાં આવ્યો હતો. જેને બાદમાં દિલ્હી હાઈકોર્ટે માન્ય રાખ્યું હતું.
દિલ્હી હાઈકોર્ટે આ વર્ષે ઓગસ્ટ મહિનામાં પોતાનો ર્નિણય સંભળાવ્યો હતો. હાઈકોર્ટે ગુરજિન્દર પાલ સિંહને પોલીસ વિભાગમાં પુનઃસ્થાપિત કરવાના સેન્ટ્રલ એડમિનિસ્ટ્રેટિવ ટ્રિબ્યુનલના ર્નિણયને યોગ્ય ગણાવ્યો હતો. પાલને છત્તીસગઢ પોલીસમાં એડિશનલ ડીજીપીનું પદ સંભાળ્યું છે. ગુરજિન્દર પાલ સિંહ વિરુદ્ધ ભ્રષ્ટાચાર, ખંડણી અને દેશદ્રોહનો કેસ નોંધવામાં આવ્યો હતો. આ પછી અધિકારીઓએ તેમને ફરજિયાત નિવૃત્તિનો આદેશ આપ્યો હતો. ૧૯૯૪ બેચના ૈંઁજી અધિકારી ગુરજિન્દર નિવૃત્તિના આદેશ વિરુદ્ધ સેન્ટ્રલ એડમિનિસ્ટ્રેટિવ ટ્રિબ્યુનલમાં ગયા હતા.
જ્યાં તેની નોકરી પુનઃસ્થાપિત કરવામાં આવી હતી. જેની સામે કેન્દ્ર સરકાર પહેલા હાઈકોર્ટ અને હવે સુપ્રીમ કોર્ટમાં ગઈ. પરંતુ તેને ક્યાંયથી સફળતા મળી ન હતી. ગુરજિન્દર પાલ સિંહ ભારતીય પોલીસ સેવાના અધિકારી છે. પોલીસ વિભાગમાં પસંદગી થયા બાદ તેમને અગાઉ મધ્યપ્રદેશ કેડર મળી હતી. વર્ષ ૨૦૦૦માં જ્યારે છત્તીસગઢ મધ્યપ્રદેશથી અલગ થઈને રાજ્ય બન્યું ત્યારે ગુર્જિન્દર છત્તીસગઢ કેડરનો બની ગયો. વર્ષ ૨૦૧૨ માં, એક એસપીએ આત્મહત્યા કરી હતી અને તેણે તેના આત્મઘાતી પત્રમાં તેના બોસ અને હાઈકોર્ટના જજ પર તેને હેરાન કરવાનો આરોપ લગાવ્યો હતો. ત્યારે ગુરજિન્દર પાલ સિંહ તેમના ઓફિસર હતા. જાેકે સીબીઆઈની તપાસમાં તે નિર્દોષ જણાયો હતો.
Recent Comments