દેશની આઝાદીમાં પ્રાણ પુરનારો મંત્ર એટલે વંદેમાતરમ, આ ગીતની રચના ૧૮૭૫માં બંગાળના મહાન
રાષ્ટ્રભક્ત કવિ બંકીંગચંદ્ર ચટ્ટોપાધ્યાય દ્વારા કરવામાં આવેલ અને આ ગીતને “આનંદ મઠ” નવલ કથામાં
પ્રકાશિત કરવામાં આવેલ.
અદભુત પ્રાકૃતિક સૌન્દર્ય, વિવિધ પ્રકારની ભૌગોલિક સ્થિતિ તેમજ અણમોલ સંસ્કૃતિક વારસો ધરાવતો ભારત
દેશ એ ફક્ત ભૂમિભાગ નથી પરંતુ દેશવસીઓ માટે માત્રુતુલ્ય છે, વંદેમાતરમ ગીતમાં આ ભાવનાનો ભાવસભર
રીતે નિરૂપણ કરવામાં આવેલ છે.
વંદેમાતરમની રચનાને ૧૫૦ વર્ષ થતા હોય તથા આ ગૌરવ પૂર્ણ ઘટનાની દેશભરમાં ઉજવણી કરવામાં આવી
રહી છે, દેશના યશસ્વી પ્રધાનમંત્રી આદરણીય નરેન્દ્રભાઈ મોદી દ્વારા સમગ્ર દેશમાં વંદેમાતરમ ગીતનું મહિમા
ગાન થાય એ હેતુથી રાષ્ટ્રજોગ કાર્યાક્રમ જાહેર કરવામાં આવેલ છે.
આ અંતર્ગત આજ તા.૦૭ નવેમ્બર શુક્રવારના રોજ અમરેલી જીલ્લા ભાજપ કાર્યાલય ખાતે જીલ્લા ભાજપ
પ્રમુખ શ્રી અતુલભાઈ કાનાણીની ઉપસ્થિતિમાં વંદેમાતરમ સંપૂર્ણ ગીતનું સમૂહગાન કરવામાં આવ્યું તેમજ
વડાપ્રધાનશ્રી મોદીજીએ કરેલ આહવાન અન્વયે “હર ઘર સ્વદેશી ઘર-ઘર સ્વદેશી” અભિયાનને આગળ વધારતા
શપથ લેવામાં આવ્યા.
આ કાર્યાક્રમના ઇન્ચાર્જ શ્રી દીપકભાઈ વઘાસીયાએ વંદેમાતરમ ગીતની રચના અને તેની આજ સુધીની સફર
વિષે મનનીય જાણકારી આપી હતી.
આ કાર્યક્રમમાં જીલ્લા ભાજપ મહામંત્રી શ્રી મેહુલભાઈ ધોરાજીયા, પ્રદેશ મહિલા મોરચાના મંત્રી ભાવનાબેન
ગોંડલીયા, પ્રદેશ બક્ષીપંચ મોરચાના મંત્રી શ્રી મયુરભાઈ માંજરીયા, અમરેલી શહેર ભાજપ પ્રમુખ શ્રી
વિજયભાઈ ચોટલીયા, અમરેલી તાલુકા પંચાયત પ્રમુખ શ્રી કિશોરભાઈ કાનપરીયા તેમજ જીલ્લા ભાજપ
આગેવાનો શ્રી અશ્વિનગીરી ગોસાઈ, શ્રી કેતનભાઈ ઢાંકેચા, શ્રી વિપુલ ભટ્ટી, શ્રી જલ્પેશભાઇ મોવલીયા, શ્રી
અરવિંદભાઈ રૈયાણી, શ્રી કાળુભાઈ વાળા, શ્રી રાજેશભાઈ સુરાણી, શ્રી પ્રવિણભાઈ ચાવડા, શ્રી રાકેશ
સાવલિયા, શ્રીમતી અલ્કાબેન ગોંડલીયા, શ્રી મૌલિક ઉપાધ્યાય, પંકજ સોલંકી, શ્રીમતી રેખાબેન પરમાર, શ્રીમતી
આરતીબેન અટારા, શ્રીમતી પ્રવિણાબેન રાઠોડ, શ્રી દેવરાજ બાબરીયા, શ્રી ડેની પરમાર, શ્રી તેજસ ઢોણે, શ્રી
સુનીલ રાજ્યગુરુ, શ્રી કમલેશ સોલંકી, શ્રી ગૌરવ મહેતા, શ્રી નંદાબાપા, કાર્યાલય મંત્રી શ્રી મહેન્દ્ર ચાવડા તેમજ
અમરેલીના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહયા હતા તેમ જીલ્લા ભાજપની અખબારી યાદીમાં જણાવ્યું છે.
વંદેમાતરમ ગીતની સાર્ધસતી વર્ષ નિમિતે જીલ્લા ભાજપ કાર્યાલયે ઉજવણી કરવામાં આવી



















Recent Comments