મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્ર પટેલ ની સૌજન્ય શુભેચ્છા મુલાકાત રાજ્યમાં કોમન સિવિલ કોડની આવશ્યકતા ચકાસવા અને કાયદાનો મુસ્સદો તૈયાર કરવા રચવામાં આવેલી કમિટીના અધ્યક્ષ અને સભ્યોએ ગાંધીનગરમાં લીધી

મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્ર પટેલ ની સૌજન્ય શુભેચ્છા મુલાકાત રાજ્યમાં કોમન સિવિલ કોડની આવશ્યકતા ચકાસવા અને કાયદાનો મુસ્સદો તૈયાર કરવા રચવામાં આવેલી કમિટીના અધ્યક્ષ અને સભ્યોએ ગાંધીનગરમાં લીધી હતી. કમિટીના અધ્યક્ષ અને સુપ્રીમ કોટેર્ના નિવૃત ન્યાયાધીશ શ્રીમતી રંજના દેસાઈ અને સભ્યો નિવૃત વરિષ્ઠ આઈ .એ .એસ શ્રી સી .એલ .મીના, એડવોકેટ શ્રી .આર .સી .કોડેકર તેમજ ભૂતપૂર્વ વાઇસ ચાન્સેલર શ્રી ક્ષેશ ઠાકર અને સામાજિક કાર્યકર ગીતા બહેન શ્રોફ મુખ્યમંત્રીશ્રી ને મળ્યા હતા. રાજ્ય સરકારે આ કમિટી ની રચના કર્યા બાદ પ્રથમ વાર કમિટીના અધ્યક્ષશ્રી અને સભ્યોએ મુખ્યમંત્રીશ્રી સાથે મુલાકાત કરી હતી.
વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ દેશના તમામ નાગરિકોને સમાન હક માટે સમાન નાગરિક ધારો-યુનિફોર્મ સિવિલ કોડનો દેશવ્યાપી અમલ કરવાનો ર્નિણય કરેલો છે. આ હેતુસર, રાજ્ય સરકારે યુ.સી.સી.ની આવશ્યકતા ચકાસવા, કાયદા માટે મુસદ્દો તૈયાર કરવા માટે આ સમિતિની રચના કરી છે. ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવશ્રી અને મુખ્યમંત્રીશ્રીના અધિક મુખ્ય સચિવ શ્રી મનોજકુમાર દાસ, મુખ્ય મંત્રીશ્રી ના સચિવ શ્રીમતી અવંતિકાસિંઘ,ઓ .એસ .ડી રાકેશ વ્યાસ આ મુલાકાત વેળાએ ઉપસ્થિત રહ્યા હતા.
Recent Comments