જાણીતા કવયિત્રી રક્ષા શુક્લના પુસ્તક ‘તેજસ્વિની’ને ગુજરાત સરકારની ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા ૨૦૨૨નું શ્રેષ્ઠ ચરિત્રનિબંધનું પ્રથમ પારિતોષિક જાહેર થયું છે. આગામી ૨૧ ફેબ્રુઆરી વિશ્વ માતૃભાષા દિવસે મહાત્મા મંદિર ગાંધીનગર ખાતે મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલના હસ્તે એમને એવોર્ડ અર્પણ થશે. ‘તેજસ્વિની’ પુસ્તક પદ્મશ્રી સન્માનિત મહિલાઓની સંઘર્ષ ગાથાને આલેખે છે. ટૂંક સમયમાં આ પુસ્તકનો હિન્દી અને અંગ્રેજી અનુવાદ પણ પ્રગટ થશે. આ પુસ્તકને અગાઉ અસાઈત સર્જકસન્માન એવોર્ડ પણ મળી ચુક્યો છે. ગયા વર્ષે એમને રાજ્યપાલના હસ્તે ‘સંસ્કારવિભૂષણ એવોર્ડ’ પણ પ્રાપ્ત થયો હતો. એમનાં ૨૭ પુસ્તકો પ્રગટ થઇ ચૂક્યાં છે.
તળાજાના જાણીતા કવયિત્રી રક્ષા શુક્લના પુસ્તક ‘તેજસ્વિની’ને મુખ્યમંત્રી સન્માન

Recent Comments