બાળ આંગણવાડી એટલે શિશુ ઉછેરનું ખૂબ મહત્ત્વનું કેન્દ્ર
અહીં બાળક પોતાના વિસ્તારના નાના ભૂલકાઓ સાથે રમતાં હળતાં મળતાં શીખે છે. સરકારશ્રીની આ યોજના ભારતીય શિશુના માનસિક, શારીરિક અને બૌદ્ધિક વિકાસ સાથે એક તંદુરસ્ત વિચારધારા સાથે જીવનના ખૂબ જ મહત્વપૂર્ણ પ્રથમ પગથિયા પસાર કરે છે. અહીં શિશુની માવજત માતૃતુલ્ય ભાવથી કરવામાં આવે છે. એકાદ બે દિવસ કદાચ બાળકને થોડો સંકોચ થાય પરંતુ પછી અહીંથી જ પોતાના મિત્રો બનાવી પોતાને ગમતીલી રમતો પ્રવૃત્તિઓ સાથે શૈક્ષણિક ક્ષેત્રે આગળ કેમ વધાય તેની પૂર્વ ભૂમિકા કે પૃષ્ઠભૂમિ સર્જાય છે. આમ બાળ આંગણવાડી એ માત્ર શિશુ માટે જ નહી પરંતુ વાલી વર્ગ માટે ટોનિકની ગરજ સારે છે સરકારશ્રીની આ યોજના બાળ સંવર્ધન માટે ખરેખર ખૂબ આશીર્વાદ સમાન છે. એક સ્વસ્થ સમાજનું નિર્માણ આવા બાળ ઉછેર કેન્દ્ર બાળ આંગણવાડી દ્વારા થાય છે એ જ વાલી વર્ગ માટે ખરેખર ખૂબ મહત્વપૂર્ણ બાબત ગણાય.



















Recent Comments