અમરેલી

સાવરકુંડલા પ્રિયાંશી પ્રાથમિક શાળાના ભૂલકાઓએ માટીના 108 અદભુત શિવલીંગો બનાવ્યા.

સાવરકુંડલા શહેરના જેસર રોડ ખાતે આવેલ નવનિર્માણ એજ્યુકેશન ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત પ્રિયાંશી પ્લે હાઉસ એન્ડ આર.કે.પ્રાથમિક શાળાના ધોરણ 1થી 8માં અભ્યાસ કરતા વિધાર્થી બાળકો દ્વારા પોતાની જાતે ઘરેથી માટી માંથી પાર્થિવ શીવલીંગો બનાવી શાળા ખાતે લઈ આવ્યા હતા અને પુજન અર્ચન કર્યુ હતુ.
             હાલ પવિત્ર શ્રાવણ માસ ચાલી રહ્યો હોવાથી પ્રિયાંશી પ્રાથમિક શાળા ખાતે ધોરણ 1થી 8માં અભ્યાસ કરતા તમામ વિધાર્થી બાળકો દ્વારા પોતાની કળા દ્વારા દર્શનીય અને ક્લાત્મક પાર્થિવ શિવલીંગોના અલગ અલગ સ્વરૂપો ભગવાન મહાદેવની તેમજ ભગવાન શિવનું ઘરેણું નાગદેવતા, ત્રિશુલ, નંદીજી, કાચબો ને અબીલ, ગુલાલ, કંકુ, ફૂલ, બીલીપત્ર, ફૂલો ચડાવી પૂજન અર્ચન કરવામાં આવ્યું હતું શ્રાવણ માસનું હિન્દુ ધર્મમાં અનેરૂ મહત્વ છે જેમાં દરેક ધર્મપ્રેમીઓ એક માસ શિવ ભક્તિમય થઈ જાય છે ત્યારે પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા નાના ભૂલકાંઓ પણ પોતાના ઘરેથી માટીના પાર્થિવ શિવલિંગ બનાવી શ્રાવણ માસની ઉજવણી કરવામાં આવી હતી આતકે શાળાના મેનેજીંગ ટ્રસ્ટી રાજેશભાઈ આસનાણીએ જણાવ્યું હતું કે બાળકોમાં નાનપણથી જ સનાતન ધર્મ પ્રત્યે રૂચિ લાગે અને માતા પિતાની જેમ ભગવાનનું પૂજન કરે તેવો પ્રયાસ કરવામાં આવ્યો હતો આ તકે શાળાના આચાર્ય કોમલબેન આસનાણી અને શિક્ષિકા બહેનો અને સ્ટાફ વગેરે દ્વારા ભારે જહેમત ઉઠાવી હતી નાના ભૂલકાંઓ પણ પોતાના ઘરેથી માટીના પાર્થિવ શિવલિંગ બનાવી શ્રાવણ માસની ઉજવણી કરી હતી તેમ ધોરણ ચાર ના વિધાર્થી યુગગીરી ની યાદી જણાવેલ.

Related Posts