અમરેલી

સાવરકુંડલા વરસાદ અને પવન ની આગાહી બાબતે નગરપાલિકા હદમાં લગાવવામાં આવેલા હોર્ડિંગ, બેનરો અને પોસ્ટરો ઉતારવા શહેર કોંગ્રેસ પ્રમુખે ચીફ ઓફિસર ને પત્ર પાઠવી રજુઆત કરી

સાવરકુંડલા શહેર કોંગ્રેસ પ્રમુખ વિજયભાઈ ડોડીયા એ સાવરકુંડલા નગરપાલીકા ચીફ ઓફિસર ને સાવરકુંડલા નગરપાલિકા હદ વિસ્તારમાં લગાવવામાં આવેલા બિન અધિકૃત મોટા હોર્ડિંગ, બેનરો અને પોસ્ટરો ઉતારવા માટે પત્ર પાઠવી રજુઆત કરવામાં આવી હતી.
સાવરકુંડલા શહેરમાં નગરપાલિકા હદ વિસ્તારમાં ઠેર ઠેર જાહેર જગ્યાઓ પર લગાવેલા હોડિંગ, બેનરો ને હાલ હવામાન વિભાગ દ્વારા હાલમાં તથા આગામી દિવસોમાં ભારે પવન સાથે વરસાદની આગાહી કરવામાં આવેલ છે હાલ સાવરકુંડલા શહેરમાં માદરે વતન આવતા લોકોની અવર જવર ખૂબજ મોટા પ્રમાણમાં થઈ રહીછે આ સમયે શહેરના મુખ્ય માર્ગો તથા જાહેર સ્થળાએ બિનઅધિકૃત રીતે મોટા હોર્ડિંગ, બેનરો અને પોસ્ટરો લગાવવામાં આવ્યા છે આ હાડિંગ અને બેનરો પવનના ઝોકા દરમિયાન પડવાની શક્યતા હોવાથી કોઈપણ પ્રકારની આકસ્મિક દુર્ઘટના બનવાની સંભાવના છે જેથી આગોતરા સાવચેતીના ભાગરૂપે નગરપાલિકા દ્વારા તાત્કાલિક ધોરણે આવા તમામ હોર્ડિંગ, બેનરો તથા પોસ્ટરો ઉતારી લેવામાં આવે અને નગરપાલિકા દ્વારા તાત્કાલિક કાર્યવાહી કરી સાવરકુંડલા શહેરના નાગરિકોની સુરક્ષા માટે યોગ્ય પગલાં લેવા પત્ર પાઠવી રજુઆત કરવામાં આવેલ.

Related Posts