અમરેલી

સાવરકુંડલા શહેરની 40 હજાર કરતા વધુ મિલ્કતો વચ્ચે સીટી સર્વે કચેરીમાં એકપણ કાયમી મેન્ટેન્સ સર્વેયર ન હોવાથી શહેરીજનોને ભારે હાલાકી

સીટી સર્વે કચેરીમાં 500 કરતા વધુ પ્રાંત કલેકટરીના હુકમો પેન્ડિગ, છેલ્લા છ માસથી વેચાણ નોંધો પડતી નથી દરરોજ લોકોં સીટી સર્વે કચેરીમાં ધક્કા ખાઈ ખાઈને થાકી ગયા.

સાવરકુંડલા દરબાર ગઢ, જૂની નગરપાલિકા ખાતે આવેલ સીટી સર્વે કચેરીમાં છેલ્લા એકાદ મહીના કરતા વધુ સમયથી સાવરકુંડલા સીટી સર્વે કચેરીના મેન્ટેન્સ સર્વેયર પોતાની ઓફીસે આવતા નથી જેની બાબતે સાવરકુંડલા ડિવિઝનના પ્રાંત કલેકટર અને તેમજ સાવરકુંડલા વિધાનસભાના ધારાસભ્યને પણ આ અંગે લેખિત તથા મૌખિક રજુઆતો કરવામાં આવેલ તેમજ આગામી સમયમાં સાવરકુંડલા સીટી સર્વે કચેરીમાં કાયમી મેન્ટેન્સ સર્વેયર નહીં મુકવામાં આવેતો શહેરજનો, જમીન મકાન લે વેચ કરતા લોકો, મિલ્કત ધારકો, સ્ટેમ્પ વેન્ડર, દસ્તાવેજ લખનાર આઅંગે ઉગ્ર આંદોલન તેમજ નાયબ કલેકટર સમક્ષ ઉપવાસ આંદોલન અને ગાંધી ચીંધ્યાં માર્ગે કાર્યવાહી કરવા તજવીજ કરશે.
સાવરકુંડલા સીટી સર્વે કચેરીમાં આજદિન સુધીના હાલ 500 કરતા પણ વધુ પ્રાત કલેકટરરી ના હુકમો પેન્ડીંગ બાકી છેજેમાંથી કેટલી અરજીઓ લાંબા સમયથી પેન્ડીંગ છે અને છેલ્લા છ મહીનાથી વેચાણ અંગે ની નોંધો પણ પડતી નથી સરકારી યોજના મુજબ શરૂ આધારે નોંધો પાડવાના નિયમો હોવા છતા એકપણ કેસમાં આવી નોંધો પડતી નથી અને મેન્ટેન્સ સર્વેયરો દ્વારા મિલ્કતના માલીક ના નામોમાં તથા ચોરસ મીટરમાં જાણી જોઈને ભુલો કરી હવે અપીલ કરવી પડશે તેવા વ્યર્થ જવાબો આપીને લોકોને હેરાન પરેશાન તેમજ મોટા નાણાકીય ખર્ચમાં ઉતારી દેવામાં આવી રહ્યાછે.
સાવરકુંડલાના લોકોની લાખો રૂપીયાની કીમત ની મિલ્કતો કાયદેરસની પ્રકીયા ને ખોરંભે ચડાવી, ભ્રષ્ટાચાર તરફ લઈ જવાનુ કામ સાવરકુંડલાની સીટી સર્વે કચેરીમાં ચાલેછે સાવરકુંડલા નગરપાલીકા વિસ્તારમાં શહેરમાં 40000 ચાલીસ હજાર કરતા પણ વધુ મિલ્કતો હોવા છતા સાવરકુંડલા ની સીટી અસર્વે કચેરીમાં કોઈપણ કર્મચારીની અહીં નિમુણૂક કરવામાં આવેલ નથી જેથી કમ સે કમ ઓફીસ ખુલ્લી રહી જવાબ મળે તેવુ આજદિન સુધી કોઈ અધીકારી કે પદાધીકારીઓ દ્વારા પણ વ્યવસ્થા કરવામાં આવેલ નથી તેવું દેખાઈ રહ્યુંછે સાવરકુંડલાના શેહરીજનો માટે સીટી સર્વેની સમસ્યાનુ વહેલી તકે નિકાલ લાવવામાં નહી આવેતો ઉગ્ર આંદોલન દ્વારા આ પ્રશ્નને વાચા આપવામાં આવશે. સરકાર ની યોજના છેકે દરેક મિલ્કત માલીકોને પ્રોપટીકાર્ડ મળવુ જોઈએ તેમ છતા અપીલ કરીને હુકમો મુકાયેલ હોય તેવી પ્રોપર્ટીમાં વર્ષો ના વર્ષો સુધી લોકાને પરેશાન થવુ પડેછે અને પ્રોપર્ટીકાર્ડ મળતું નથી.

Related Posts