ભાવનગર

કમિટીએ જિલ્લામાં 7 નવાં રજીસ્ટ્રેશન અને 7 રીન્યુઅલ અરજીને બહાલી આપી

ભાવનગર કલેક્ટર કચેરી ખાતે જિલ્લા કલેક્ટરશ્રી ડૉ. મનિષ કુમાર બંસલની ઉપસ્થિતિમાં જિલ્લા પી.સી.એન્ડ પી.એન.ડી.ટી.
એડવાઈઝરી કમીટિની મીટિંગ યોજાઇ હતી. જેમાં ગત મીટિંગની કાર્યવાહીને બહાલી આપી હતી.
કમિટીએ જિલ્લામાં 7 નવાં રજીસ્ટ્રેશન અને 7 રીન્યુઅલ અરજીને બહાલી આપી હતી. આ ઉપરાંત નવી અરજીઓની ચકાસણી, ચેક
લિસ્ટ અહેવાલ અંગે સર્વ સંમતિથી નિર્ણયો લેવામાં આવ્યાં હતાં. કલેકટરશ્રીએ ઓચિંતી તપાસ, કાયદાના ભંગ બદલ સીલ કરેલ સોનોગ્રાફી
અંગેની સમીક્ષા કરી જરૂરી સુચનો કર્યા હતાં.
બેઠકમાં મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડૉ. ચંન્દ્રમણીકુમારે ભાવનગરમાં પી.સી.એન્ડ પી.એન.ડી.ટી. એક્ટ અન્વયે થયેલી
કામગીરી અંગે વાકેફ કર્યાં હતાં.
બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી હનુલ ચૌધરી, ઇંડિયન રેડક્રોસ ચેરમેન શ્રી સુમિત ઠક્કર, સભ્યશ્રી મહેશભાઈ દવે સહિત જિલ્લા
પી.સી.એન્ડ પી.એન.ડી.ટી. એડવાઈઝરી કમીટિના સભ્યશ્રીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.

Related Posts