સાવરકુંડલા ની મહિલા કોલેજમાં ફિનિશિંગ સ્કુલ ટ્રેનિંગ પોગ્રામ નો સમાપન કાર્યક્રમ યોજાયો.

કોલેજની વિદ્યાર્થીનિ ઓને 40 જેટલાં ટોપિક પર ટ્રેનિંગ આપવામાં આવીસાવરકુંડલા નૂતન કેળવણી મંડળ સંચાલિત વી.ડી. ઘેલાણી મહિલા આર્ટ્સ કોલેજમાં ગુજરાત ગવર્મેન્ટ અને કે.સી.જી. આયોજિત ફિનિશિંગ સ્કુલ ટ્રેનિંગ પોગ્રામ યોજાયેલ આ લાઈફ સ્કીલ ટ્રેનિંગ પોગ્રામ ના સમાપન કાર્યક્રમમાં કોલેજની વિદ્યાર્થીનિ બહેનો દ્વારા ઇન્ટરવ્યુ સ્કીલ કેટવોક નું પણ આયોજન થયું હતું કોલેજ ના પ્રિન્સિપાલ ચાવડા દ્વારા વિદ્યાર્થીનિ ઓને શુભેચ્છા પાઠવી હતી ફિનિશિંગ સ્કુલ ના ટ્રેનર સ્નેહાબેન કટારા એ પોતાના વિવિધ અનુભવો જણાવી વિદ્યાર્થીનિ ઓમાં ઉત્સાહ પૂરો પાડ્યો હતો આ સમગ્ર કાર્યકમની આભાર વિધિ ફિનિશિંગ સ્કુલના કોડીનેટર ડોક્ટર રૂકસાનાબેન કુરેશીએ કરી હતી આ કાર્યકમનું સભા સંચાલન કોલેજની વિદ્યાર્થીનિ બહેનો ચુડાસમા આરતી અને જાદવ ફિઝુ એ કરેલ કાર્યક્રમને સફળ બનાવવા સમગ્ર સ્ટાફે જેહમત ઉઠાવેલ હતી.
સાવરકુંડલા મહિલા કોલેજમાં કુલ 80 કલાકની ફિનિશિંગ સ્કુલ ટ્રેનિંગ તાલીમમાં લાઇફ સ્કીલ, રોજગાર મેળવવાની સ્કીલ, સ્પોકન ઇંગ્લિશના કુલ 40 જેટલા ટોપિક પર કોલેજમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનિ બહેનો જોડાયા હતા વિવિધ પ્રવૃતિઓ સાથે રસપ્રદ રીતે વિવિધ તજજ્ઞો વડે તાલીમ આપવામાં આવી હતી અને તજજ્ઞોએ વિદ્યાર્થીઓને જરૂરી માર્ગદર્શન કર્યું હતું.
Recent Comments