પોર્ન સ્ટાર કેસમાં કોર્ટ ૧૦ જાન્યુઆરીએ સંભળાવાશે સજા.. ટ્રમ્પ શપથ પહેલા જઈ શકે જેલમાં!..
અમેરિકાના નવા ચૂંટાયેલા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ તેમના શપથ ગ્રહણ પહેલા એક નવી મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. દ્ગરૂ્ અનુસાર, પોર્ન સ્ટાર સ્ટોર્મી ડેનિયલ્સને મોઢું બંધ રાખવા માટે પૈસા ચૂકવવાના કેસમાં ટ્રમ્પને ૧૦ જાન્યુઆરીએ સજા સંભળાવવામાં આવશે. શુક્રવારે, આ કેસના જજ જુઆન માર્કોને કહ્યું કે ટ્રમ્પ સજા સંભળાવતી વખતે વ્યક્તિગત રીતે અથવા વર્ચ્યુઅલ રીતે કોર્ટમાં હાજર થઈ શકે છે. ગયા વર્ષે મે મહિનામાં મેનહટન કોર્ટે ટ્રમ્પ સામે ૩૪ આરોપો ઘડ્યા હતા, જેમાં પોર્ન સ્ટાર સ્ટોર્મી ડેનિયલ્સને મોઢું બંધ રાખવા માટે પૈસા આપવાનો આરોપ પણ સામેલ છે. આ પૈસા એટલા માટે આપવામાં આવ્યા હતા કે સ્ટોર્મી ટ્રમ્પ સાથેના તેના સેક્સુઅલ રિલેશનને જાહેર ન કરે. ટ્રમ્પના પ્રવક્તા સ્ટીવન ચ્યુંગે આ ર્નિણયની નિંદા કરતા કહ્યું કે તે સુપ્રીમ કોર્ટના ઇમ્યુનિટી ડિસીજન અને કાયદાશાસ્ત્રનું સીધું ઉલ્લંઘન છે.
આ ગેરકાયદે મામલો ક્યારેય કોર્ટમાં લાવવામાં આવ્યો ન હતો. બંધારણની માંગ છે કે તેને તાત્કાલિક ફગાવી દેવી જાેઈએ. ચ્યુંગે કહ્યું કે આ કેસમાં કોઈ સજા થવી જાેઈએ નહીં. રાષ્ટ્રપતિ ટ્રમ્પ આ છેતરપિંડીઓ સામે લડવાનું ચાલુ રાખશે જ્યાં સુધી તે પૂર્ણ ન થાય. સ્ટોર્મીએ ગયા વર્ષે આ મામલામાં કોર્ટને કહ્યું હતું કે તેણી ૨૦૦૬માં ટ્રમ્પને મળી હતી, જ્યારે તેઓ ૬૦ વર્ષના હતા. ત્યારે સ્ટોર્મીની ઉંમર ૨૭ વર્ષની હતી. આ સમયગાળા દરમિયાન બંને વચ્ચે જાતીય સંબંધો પણ બંધાયા હતા. ટ્રમ્પના વકીલે પણ સ્વીકાર્યું હતું કે તેણે ટ્રમ્પ વતી પોર્ન સ્ટારને ૧ લાખ ૩૦ હજાર ડોલર (લગભગ ૧ કરોડ ૭ લાખ રૂપિયા) આપ્યા હતા. આ પછી, તેની ભરપાઈ કરવા માટે, પૂર્વ રાષ્ટ્રપતિએ બિઝનેસ રેકોર્ડમાં પણ ગોટાળા કર્યા હતા. રાષ્ટ્રપતિ ચૂંટણીમાં ટ્રમ્પની રિપબ્લિકન પાર્ટીએ ૫૦ રાજ્યોની ૫૩૮ સીટોમાંથી ૩૧૨ સીટો જીતી છે.
જ્યારે ડેમોક્રેટિક પાર્ટીના કમલા હેરિસ કાંટાની ટક્કર આપવા છતાં માત્ર ૨૨૬ સીટો જીતી શક્યા હતા. રાષ્ટ્રપતિની ચૂંટણીમાં કુલ ૫૩૮ સીટો છે. બહુમત માટે ૨૭૦નો આંકડો જરૂરી છે. હવે ડોનાલ્ડ ટ્રમ્પનો શપથ ગ્રહણ સમારોહ ૨૦ જાન્યુઆરીએ વોશિંગ્ટન ડીસીમાં કેપિટોલ બિલ્ડીંગમાં યોજાશે. પરંપરા મુજબ, ડોનાલ્ડ ટ્રમ્પ કેપિટોલ બિલ્ડિંગમાં પહોંચતા પહેલા વ્હાઇટ હાઉસમાં વર્તમાન રાષ્ટ્રપતિ જાે બાઈડનને મળવા જશે. અમેરિકાના નવા ચૂંટાયેલા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનું પ્રખ્યાત રિસોર્ટ માર-એ-લાગો સતત હેડલાઇન્સમાં રહે છે. ટ્રમ્પ કહે છે કે મારું આ રિસોર્ટ સમગ્ર બ્રહ્માંડનું કેન્દ્ર છે. ટ્રમ્પ ચૂંટણી જીત્યા ત્યારથી અહીં વિશ્વની સૌથી શક્તિશાળી હસ્તીઓનો ધસારો રહ્યો છે. અહીં દરરોજ થીમ પાર્ટીઓ થઈ રહી છે.
Recent Comments